________________
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
सुया मे नरए ठाणा, असीलाणं च जा गई। बालाणं कूरकम्माणं, पगाढा जत्थ वेयणा ॥ १२ ॥ श्रुतानि मे नरके स्थानानि, अशीलानां च या गतिः । बालानां क्रूरकर्मणां, प्रगाढाः यत्र वेदनाः ॥१२॥
અર્થ–મેં નરકમાં કુંભી, વૈતરણી વગેરે સ્થાને સાંભળ્યાં છે; વળી દુરાચારી જીવોની નરક વગેરે ગતિ થાય છે એ પણ સાંભળ્યું છે; તથા જે નરકાદિ ગતિમાં કુર કર્મવાળા અજ્ઞાની જીવને ઉત્કૃષ્ટ શીત–ઉષ્ણ વગેરે વેદના થાય છે એ પણ સાંભળ્યું છે તથાવિધ કિયાવાળા મારી તેવી જ ગતિ થશે એમ પરિતાપ કરે છે. (૧૨-૧૩૯) तत्थाववाइयं ठाणं, जहा मे तमणुस्सुयं । अहाकम्मेहिं गच्छन्ता, सो पच्छा परितप्पइ ॥ १३ ॥ तत्रौपपातिकं स्थानं, यथा मे तदनुश्रुतम् । यथाकर्मभिर्गच्छन्, स पश्चात् परितप्यते ॥ १३॥ ' અર્થ–તે નરકમાં ઔપપાતિક જન્મ હેવાથી અંતર્મુહૂર્ત પછી તરત જ મહાવેદનાને ઉદય ચાલુ થાય છે. અવિરત વેદના પલ્યોપમ–સાગરોપમ કે જેટલું આયુષ્ય હેય તેના છેડા સુધી રહે છે. અહીં અકાલમૃત્યુ નથી. આવું આવું ગુરુ પાસેથી સાંભળેલું વિચારતો તે બાલ જીવ, કર્મના અનુસાર તે પ્રકારના સ્થાનમાં જતે પસ્તા કરે છે કેદુષ્ટકર્મકારી મને ધિક્કાર ! હવે હું કમનશીબ શું કરું ?' (૧૩–૧૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org