________________
ઉપર
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दुग्धदधिनी विकृतिः, आहारयति अभीक्षणम् । अरतश्च तपःकर्मणि, पापश्रमणः इत्युच्यते ॥ १५ ॥
અથજે સાધુ, વિના કારણે વારંવાર દૂધ, દહીં વિ. સઘળી વિગઈઓને વાપરે છે, એટલું જ નહીં પણ અનશન વિ. તપમાં તત્પર બનતો નથી, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૫-પ૩૩)
अत्यंतम्मि य सूरम्मि, आहारेइ अभिक्खगं । चोइओ पडिचोएइ, पावसमणेत्ति वुच्चइ ॥१६॥ अस्तान्ते च सूर्य, आहारयति अभीक्ष्णम् । नोदितः प्रतिनोदयति, पापश्रमणः इत्युच्यते ॥ १६ ॥
અથ–જે સાધુ, સૂર્યાસ્ત સુધી વારંવાર વિશેષ કારણ સિવાય આહાર વાપર્યા કરે છે, જ્યારે જ્ઞાન-ક્રિયાની બાબતમાં ગુરૂ વિ.થી પ્રેરણું થાય ત્યારે ગુરૂઓની સાથે વિવાદ કરવા લાગી જાય છે, તે પાપભ્રમણ કહેવાય છે.(૧૬-પ૩૪)
आयरियपरिच्चाइ, परपासंड' सेवए ।। गाणं गणिए दुब्भूए, पावसमणेत्ति वुच्चई ॥१७॥ आचार्यपरित्यागी, परपाषण्ड' सेवते । गाणङ्गणिको दुर्भूतः, पापश्रमणः इत्युच्यते ॥ १७ ॥
અથ–જે સાધુ, આચાર્યના પરિત્યાગ કરે છે, શ્રી જિનેક્ત ધર્મ છોડી બીજા ધર્મને આચરે છે, સ્વગણગચ્છને છેડી બીજા ગણમાં જાય છે અને દુરાચારી હોઈ અતિ નિંદનીય બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૭–૫૩૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org