________________
(૧) નગમનયષ્ટિએ ઃ જે પુરણ-ગહન (મળવાના અને છૂટા પડવાના) સ્વભાવ
વાળું છે, તે પુદ્ગલ દ્રવ્ય છે. (૨) સંગ્રહનયષ્ટિએ ઃ જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શદિ ગુણયુક્ત છે તે
પુદગલ દ્રવ્ય છે (૩) વ્યવહારનયદષ્ટિએ જે શબ અંધકાર, પ્રભા, છાયા, આતપાદિ વિવિધ પરિણામ
વાળું તેમજ ઔદારિકાદિ વિવિધ વર્ગણ સ્વરૂપ છે, તે પુદ્ગલ દ્રવ્ય છે. ઋજુસૂવનય દૃષ્ટિએ ઃ જે ગુરૂ, લઘુ અને ગુરૂલઘુ તેમજ અગુરુલઘુ પરિણામે
પરિણામ પામે છે, તે પુદગલ દ્રવ્ય છે. (૫) શબદષ્ટિએ જે જીવ દ્રવ્યને-નારકી આદિ ચાર ગતિમાં, એકેદ્રિયાતિ
પાંચ જાતિમાં, વિવિધ શરીરાદિના પરિણામ પમાડવામાં નિમિત્ત કારણ છે.
તે પુદ્ગલ દ્રવ્ય જાણવું.. (૬) સમભિરૂઢયદષ્ટિએ ઃ જે જીવાદિ દ્રવ્યોને વિવિધ ચિત્ર-વિચિત્ર
દૃષ્ટાદષ્ટ પરિણામ પમાડવામાં હેતુ છે તે પુદ્ગલ દ્રવ્ય જાણવું (૭) એવભૂતનયદષ્ટિએ : જે તે પિતાના પરિણમન ભાવનું કર્તાભક્તા અને જ્ઞાતા નથી, તે પુદ્ગલ દ્રવ્ય જાણવું.
[૩] પુણ્ય તત્વ ઉપર નયસપ્ત ભંગી (1) નિગમનય દષ્ટિએ ઃ જે શુભ છે તે પુણ્ય છે. (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ જે સુખમાં સહાયકારી છે તે પુણ્ય છે. (૩) વ્યવહારનય દૃષ્ટિએ . જે બાહ્ય-સ્થૂલ જીવનમાં ઉપકારક છે તે પુણ્ય છે. (૪) ઋજુસૂત્રનય દષ્ટિએ ? જે પરોપકારિતા છે તે પુણ્ય છે. (૫) શબ્દનય દષ્ટિએ ઃ જે અશુભતાનું નિવારક છે તે પુણ્ય છે. (૬) સમતિરૂઢનય દષ્ટિએ ચિત્તની પ્રસન્નતા તે પુણ્ય છે. (૭) એવભુતનય દષ્ટિએ ઃ જે મંગળરૂપ છે તે પુણ્ય છે.
[૪] પાપ તત્ત્વ ઉપર સપ્ત ભંગી (૧) નિગમનય દૃષ્ટિએ ઃ જે અશુભ છે તે પાપ છે. (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ જે દુઃખનું કારણ છે તે પાપ છે. (૩) વ્યવહારનય દૃષ્ટિએ ઃ જે ઉન્માર્ગ છે તે પાપ છે. (૪) ઋજુસૂવનય દૃષ્ટિએ ઃ જે પુણ્યને નાશ કરે છે તે પાપ છે. (૫) શબ્દનય દૃષ્ટિએ ઃ પરભાવમાં આસક્તિ કરવી તે પાપ છે. (૬) સમભિરૂઢનય દષ્ટિએ : વિષય-કષાયને પરિણામ તે પાપ છે. (૭) એવભુતનય દષ્ટિએ ઃ પરનો (કર્મ) સંયોગ તે પા૫ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org