SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨ ) તેની પૂર્વભવની માતાએ તેમને દીઠા એટલે તેણે બહુ ભક્તિપૂર્વક બંને મુનિને દહીં આપવાવડે પ્રતિલાલ્યા. શાળિભદ્દે પ્રભુની પાસે આવીને પૂછયું કે-“હે સ્વામી! આજે મારી માતાથી મને પારણું શી રીતે થયું એટલે પ્રભુએ તેને પૂર્વભવ કહી સંભળાવ્યો. તે સાંભળી વિશેષ વૈરાગ્યવાનું થઈ પારણું કરીને તરત જ પ્રભુની આજ્ઞા લઈ વૈભારગિરિ ઉપર આવ્યા અને ત્યાં અને મુનિઓએ પાદપેપગમ અનશન કર્યું. અર્થાત્ ચારે આહારનો ત્યાગ કર્યો. * પછી ભદ્રા શ્રેણિક રાજાની સાથે પ્રભુને વાંદવા આવી. અને ધનાશાળિભદ્ર કયાં છે? એમ પૂછતાં ઉપરની હકીકત જાણી એટલે શ્રેણિક રાજા સાથે ત્યાં આવી અને પુત્રને અનશન કરેલ જોઈ ઘણે વિલાપ કરવા લાગી. તે વખતે શ્રેણિકરાજાએ કહ્યું કે “આ હર્ષને સ્થાને શેક કેમ કરે છે ? આ તમારે પુત્ર પ્રથમ દાનવીર ને ભેગવીર હતો અત્યારે તપવીર થયે છે. જેના આવા પુત્ર સર્વ જગતમાં જયેષ્ટ ને સર્વ જગતના ગુરૂ થવા હોય તેને ધન્ય છે. તમે તે આવા પુત્રવડે આ પૃથ્વીને પવિત્ર કરી છે, માટે વિષાદ ન કરે.” પછી ભદ્રા તે મુનિઓને નમીને રાજાની સામે ઘરે આવી. બંને મુનિ અનશન પાળી મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા. ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પાળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર લઈને મેલે જશે. ઈતિ ધનાશાળિભદ્ર કથા. , હવે કયવન્ના (કૃતપુણ્ય) ની ક્યા કહે છે- રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. ત્યાં ધનેશ્વર નામે શેઠ વસે છે. તેને સુભદ્રા નામની સ્ત્રી છે. ને કૃતપુણ્ય નામને પુત્ર છે. તેને માતાપિતાએ ધન્યા નામની સ્ત્રી પરણાવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy