________________
( ૮૧ ) દિવ્ય ભેગથી લાલિત થયેલે તું મહાદુષ્કર એવું ચારિત્ર શe રીતે પાળી શકીશ. શાલિભદ્ર તેને ઉત્તર આપે કે-હે માતા! જે કાયર હોય છે તેને ચારિત્ર દુષ્કર છે, શુરવીરને કાંઈપણ દુષ્કર નથી.”
આ વાત શાલિભદ્રની બહેન સુભદ્રાએ સાંભળી તેથી તે રૂદન કરવા લાગી. ધનાએ રૂદનનું કારણ પૂછ્યું. સુભદ્રાએ કહ્યું કે-“મારે ભાઈ સંસારના સુખમાત્ર તજી દઈને ચારિત્ર લેવાને ઈચ્છક થઈ તેની તુલના કરે છે. અર્થાત્ એક એક સીને જ તજે છે, તેથી હું રેઉં છું.” ધનાએ કહ્યું કે-“આ સંસારના લેગ તે સુખે તજાય તેવા છે, તેમાં વળી તુલના શી?” તે સાંભળી સુભદ્રા હાસ્યમાં બેલી કે- જે એમ છે તે તમે કેમ તજતા નથી?” ધનાએ કહ્યું કે-“ત્યારે અત્યારથી તછ દીધા.” એ અવસરે ત્યાં શ્રી વિરપ્રભુ પધાર્યા. ધનાએ તેમની પાસે જઈને દીક્ષા લીધી. તે વાત સાંભળીને શાલિભદ્ર પણ પ્રભુ પાસે જઈને દિક્ષા લીધી. પછી તે અને શ્રી વીરપરમાત્માની સાથે નિરતિચાર ચારિત્ર પાળતા સતા વિચરવા લાગ્યા. તેઓ ફરીને પાછા શ્રી વીરપ્રભુની સાથે રાજગૃહીએ આવ્યા. લેકે વીરપ્રભુને વંદન કરવા માટે આવવા લાગ્યા.
માસખમણને પારણે ધન્ય સહિત શાળિભદ્ર ભિક્ષા લેવા જતાં પ્રભુની આજ્ઞા માગી. પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે આજે તારી માતાને હાથે તને પારણું થશે.” શાલિભદ્રમુનિ રાજગૃહીમાં આવી ફરતા ફરતા પિતાની માતાના ઘર પાસે આવ્યા, પરંતુ મલમલિન અને સંકુચિત ગાત્રવાળા તેમને કેઈએ એળખ્યા નહીં. એટલે ત્યાંથી પાછા વળી નગરની બહાર નીકળે છે તેવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org