SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) વણિકની કથા કહે છે --મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિશું નગરીમાં તીર્થંકરના સમવસરણમાં નાટક કરીને પછી પિતે ભવ્ય છે કે અભવ્ય છે ?” ઈત્યાદિ પ્રશ્ન કરનારા અદ્ભત રૂપવાળા આઠ દેવેને જોઈને વરસેન નામના ચકીએ પ્રભુને પૂછ્યું કે-“આ દેવે કેણ છે?” પ્રભુએ કહ્યું કે-“પૂર્વે ધાતકીખંડના ભરતમાં મહાલયપુરમાં રૂકમિણીના આઠ પુત્રે સુત્રતાદિ નામવાળા હતા. તેઓ ૨૫ લાખ પૂર્વે સુધી અષ્ટપ્રકારી જિનપૂજા કરીને સાતમા મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલા છે. તેઓ ત્યાંથી ચ્યવી આજ વિજયમાં રાજાઓ થઈ ચારિત્ર લઈને મોક્ષે જશે.” હવે સત્યકી કે જે ઇશ્વર (શિવ) પણે પ્રખ્યાતિ પામેલા છે તે જિનપૂજા કરવાથી આગામી ઉત્સપિણીમાં ૧૧ મા સુત્રત નામે તીર્થંકર થાશે. નવમા વાસુદેવ કૃષ્ણ શ્રી નેમિનાથને વંદન પૂજન કરવાથી આગામી ચોવીશીમાં બારમા અમમ નામે તીર્થંકર થશે. નારદ વિદ્યાધર આકાશગામિની વિદ્યાવડે શાશ્વત અશાશ્વત અનેક જિનચૈત્યને વંદના કરી તેના ફળ તરીકે આગામી ચિવીશીમાં ૨૧ મા મલ્લ નામે તીર્થંકર થશે. - ઇતિ સંક્ષિસ કથાઓ હવે દ્રવ્યપૂજા સંબંધી નિગમન કરતા સતા ભાવપૂજા કરવાનું કહે છે – ઉપર કહ્યા પ્રમાણે અષ્ટપ્રકારવડે શ્રી જિનેશ્વરની દ્રવ્યપૂજા કરીને પછી મુદ્રાવિધાન ચૈત્યવંદનભાવ્યમાં બતાવેલ છે તે પ્રમાણે યથાસ્થાન કરીને ભાવપૂજા તરીકે ચિત્યવંદન કરે. ર૯. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy