________________
નિકાચિત કર્મોને પણ ઉપક્રમ લાગે છે. આ કારણ માટે રાત્રી સંબંધી પ્રતિક્રમણમાં છ માસિક તપથી શરૂ કરીને નવકારશી પર્યત તપની વિચારણા કરવા માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે.
તપ સંબંધી વિચારણા આ પ્રમાણે કરે કે –
આજે બે અષ્ટમી, બે ચતુર્દશી, પૂર્ણિમા ને અમાવાસ્યાએક માસમાં આવતી એ છ પર્વ તિથિઓમાંથી કઈ તિથિ છે? અથવા વર્તમાન ચેવશીના ૨૪ પ્રભુના ચ્યવન જન્માદિ (૧૨) કલ્યાણકે પૈકી કઈ કલ્યાણકની તિથિ છે?
આ પ્રમાણે વિચારીને અષ્ટમી વિગેરે તિથિએ સુશ્રાવક ઉપવાસાદિ પ્રત્યાખ્યાન કરે કે જેને જોઈને અન્ય પણ તેવી આચરણ કરે. ૨૨.
એ રીતે ચોથું દ્વાર પૂર્ણ થયું.
હવે આવશ્યક (પ્રતિકમણી કર્યા પછી શ્રાવક આગળ કહેશું તે રીતે ગૃહત્યમાં પૂજા વંદનાદિ કરે. તેથી પાંચમું ચૈત્યવંદન દ્વાર કહે છે
- ત્રસાદિ છવ રહિત તેમજ વિષમ ને સુષિરાદિ રહિત ભૂમિભાગપર રહીને પ્રાસુક જળવડે અથવા તેવું ન હોય તે ગળેલા એવા સચિત્ત જળવડે શ્રાવક સ્નાન કરે. તેમાં પરિમિત જળ વાપરે. તે વખતે બીજા સંપાતિમ–ઉર્ડને પડતા છની પણ રક્ષા કરે. ત્યારપછી શ્વત, નિર્મળ અને સાંધ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org