________________
કરવાના કાલ સામાચાર સરોપથીમાન અને
૨૯ તેવી જાગૃત અવસ્થામાં પિતાના ધર્માચાર્યું કે જે ઉઘત
વિહારી અને વિશુદ્ધ ચારિત્રી હેય તેમની પાસે હું દીક્ષા કયારે ગ્રહણ કરીશ? તેને વિચાર કરે.
ઉપર કહ્યા પ્રમાણેના દિનકૃત્ય ઋદ્ધિમાન અને સાધારણ બંને પ્રકારના શ્રાવકે માટે સંક્ષેપથી સમજવા, મુનિઓને દશવિધચક્રવાલ સામાચારીની જેમ શ્રાવકને પ્રતિદિન આ કૃત્ય કરવાના છે. ગાથા. ૨ થી ૭,
ઉપર સામાન્ય પ્રકારે ૨૯ કૃત્ય બતાવ્યા છે તે દરેક કૃત્ય વિરતારથી હવે પછી બતાવે છે –
ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ કરે જઈએ એ ન્યાયથી પ્રથમ નવકારમંત્ર સંભારતાં જાગવા રૂપ પ્રથમ પ્રકાર કહે છે –
રાત્રી વિરામ પામે સતે એટલે છેલા બે મુહૂર્ત જેટલી બાકી રહે તે અશુદ્ધત્વાદિ તેમજ ભાષાકુશળત્વાદિ અનેક ગુણવાન એવા શ્રાવકે ભવનપત્યાદિ ચાર પ્રકારના દેના સ્વામી જે ઇદ્રો તેમના પણ પૂજ્ય હોવાથી દેવાધિદેવ એવા જિનેતમ-જિન જે સામાન્ય કેવળી તેમાં ઉત્તમ-ચોવીશ અતિશયાદિ વડે પ્રધાન એવા પરમાત્માને આગળ કહેશું તે વિધિવડે બહુમાનપૂર્વક નમસ્કાર કરે. ૮. તે વિધિ કહે છે – - શયાને તજી દઈ ભૂમિ ઉપર બેસીને અથવા ઉભા રહીને ભાવબંધુ એટલે સર્વત્ર સહાયકારી લેવાથી પરમાર્થબંધુ અને અપ્રાપ્ત એવા મહાવ્રતાદિને પ્રાપ્ત કરાવનારા હેવાથી અને પ્રાપ્ત એવા અણુવ્રતાદિના પ્રતિપાલનમાં સહાયક હેવાથી વેગ
મકારી એવા જગન્નાથ-જગતના સ્વામીને નમસ્કાર કરે. નમસ્કાર મહામંત્રનું વારંવાર પરાવર્તન કરે. ૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org