SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦). આ પ્રમાણે શ્રત અતિ વિશાળ હોવાથી તેમજ ઉત્સર્ગ અપવાદાદિવડે અતિ ગંભીર હોવાથી સાગરરૂપ કહેવાય છે. તેના પાર પામેલા એટલે સમયાનુસારી સૂત્રાર્થના ધારક અને તીર્થકર ગણધરાદિએ કહેલા શ્રતચારિત્રરૂપ ધર્મને પદિષ્ટજેમ કહેલ છે તે રીતે જ કહેનારા અને તેથી સ્વ૫ર દુઃખના નાશક-સ્થવિરકલ્પી મુનિને સ્વપર તારક કહેલ છે. એવા સદ્ગુરૂ મળવા તે દુર્લભ છે. શુદ્ધ ધર્મના દાતાર એવા ગુરૂ માતાપિતાતુલ્ય છે. આ ભવાણુંવમાં બૂડતા એવા ને એવા ગુરૂની પ્રાપ્તિ દુર્લભ છે ર૭૮. વિશેષાર્થ-અસદાગ્રહ વિનાના શુદ્ધ ધર્મના દાતાપૂર્વે કહી ગયા પ્રમાણે આજ્ઞા અને શિક્ષાના આપનારા આચાર્ય રૂપ ગુરૂ તેને સર્વ સુખના હેતુ હોવાથી માતાની જેવા, તેમજ સર્વ સુખના સંપાદન કરી આપનારા હોવાથી પિતાની જેવા કહ્યા છે, તેવા ગુરૂ મળવા દુર્લભ છે. આ ગાથામાં ગુરૂને માતાપિતાની ઉપમા આપી છે તે એમના વિના અન્ય કોઈ આ પ્રાણીને ખરૂં હિત કરનાર નથી એમ સૂચવવા માટે છે; બાકી ગુરૂને ઉપકાર તે અપાર છે. તેને માતાપિતાની ઉપમા ઘટિત નથી. આ ભયંકર સંસારરૂપ કૃપમાંથી ઉદ્ધાર કરવાને ગુરૂવિના અન્યનું સામર્થ્ય નથી. શ્રી સિંદુર પ્રકરમાં કહ્યું છે કે – - પિતા, માતા, ભ્રાતા, પ્રિય સ્ત્રી, પુત્રને સમૂહ, મિત્ર, સ્વામી. અને મદવાળા હાથી ઘોડા રથ અને પદાતિને પરિકરઆ સર્વે આ પ્રાણીને નરકરૂપી ફૂપમાં પડતાં રક્ષણ કરે-બચાવે– ન પડવા દે તેવા નથી–તેવા સામર્થ્યવાળા નથી, એવા સામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy