________________
(૧૪) શ્રાવક અન્ય પ્રમાદમાં પડતાને કહે કે-“હે બંધુ! તમને કાલે પસહશાળામાં-ઉપાશ્રયમાં–સામાયિક શાળામાં દીઠા નહીં, તેમજ જિનાલયમાં પણ જોયા નહીં, મુનિરાજની પાસે જણાયા નહીં, તે શા કામમાં રોકાઈ ગયા હતા?' આ પ્રમાણે પૂછતાં જે તે સાચે ઉત્તર આપે અને તે પ્રમાદમાં પડેલ જથાય તે તેને યથાયોગ્ય શિખામણ આપીને પાછો ધર્મકાર્યમાં પ્રવર્તાવે, આ પ્રેરણું સમજવી; પરંતુ તેને ધર્મયુકત શિક્ષા મીઠા વચને આપવી કે જેથી તેને આહલાદ થાય. ૨૧૩–૧૯.
તેને કેવી રીતે હિતશિક્ષા આપવી? તે કહે છે – " પ્રથમ કહે કે-હે બંધુ! આ મનુષ્યજન્મ પામ બહુ દુર્લભ છે, તેને માટે શાસ્ત્રમાં દશ દષ્ટાંત આપેલા છે, તે સાંભળ!
બ્રહ્મદર ચકવર્તાના મિત્ર બ્રાહ્મણે આખા ભરતક્ષેત્રમાં દરેક ઘરે એકેક દિવસ જમવાનું માગ્યું. ચકવતીએ તે માગણી કબુલ કરી. પ્રથમ ચવતીને ત્યાં જન્મે. તેમાં બહુ મીઠાશ આવી, પછી બીજે ઘેર જમતાં તે ચકવતીના ઘરને ભેજનને સંભાર્ચા કરે છે, પણ આખા ભરતક્ષેત્રમાં ઘરે ઘરે જમતાં ફરીને ચંકીને ત્યાં જમવાને વારે તેની જીંદગીમાં પણ આવે ખરે? નજ આવે. તેમ આ મનુષ્યજન્મ પામેલ જે એકવાર નિરર્થક એઈ નાખ્યો તે ફરીને તે પામ તે દુર્લભ છે. આ ચેલ્લગ અર્થાત્ ભજનના વારાનું પહેલું દષ્ટાંત જાણવું. ૧. - ચાણકય પાસે દેવદત્ત પાસા હોવાથી તેની સાથે રમવું ને તેમાં જીતવું તે જેમ મુશ્કેલ છે તેમ મનુષ્યપણાની ફરીને પ્રાપ્તિ મુશ્કેલ સમજવી. ૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org