________________
(૮૪), આણે આપણને ઘણું ધન ખવરાવ્યું છે, તેથી અત્યારે તેની આવી રીતે વિડંબના કરવી તે એગ્ય નથી.” અક્કાએ કહ્યું કે
અમારે કુળાચારજ એ છે.” આ વાત સાંભળીને વેશ્યા મૌન રહી. એટલે કૃતપુણ્ય ત્યાંથી નીકળી પિતાને ઘરે આવ્યા તેની સી દરથી પિતાના પતિને આવતા જોઈ સામે ગઈ, ઉભી થઈને આસન આપ્યું. એમ અનેક પ્રકારે ઉચિત જાળવ્યું. પછી તેણીએ ઘર સંબંધી સઘળું વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી કૃતપુણ્ય વિચાર્યું કે- મારા જીવિતને ધિક્કાર છે. મેં પાપીએ માતાપિતાને દુઃખરૂપી સમુદ્રમાં નાખી દીધા અને ધનને વિનાશ કર્યો.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા પતિને સ્ત્રીએ આશ્વાસન આપી કહ્યું કે- જે ભાવી બનવાનું હતું તે બન્યું. કહ્યું છે કે-“ વિચક્ષણ જેને ગયેલાને શેક કરતા નથી, ભવિષ્યની ચિંતા કરતા નથી અને વર્તમાન સ્થિતિ અનુસાર વતે છે.” આ પ્રમાણે પ્રિયાના વચનેથી તે સ્વસ્થ થશે. પછી સ્ત્રીએ આપેલા દ્રવ્યથી તે કાંઈક વ્યાપાર કરવા લાગે. અનુક્રમે તે સ્ત્રીને એક પુત્ર થયે.
અન્યદા લેકે ના મુખેથી તેણે સાંભળ્યું કે- “ધનેશ્વર શેઠના પુત્રે કુળને કલંકિત કર્યું, દ્રવ્ય વેશ્યાના સંગથી બધું ખાડામાં નાખ્યું, કાંઈપણ સુકૃત માટે ન થયું.” આ પ્રમાણે સાંભળીને તેણે મને કહ્યું કે-“ હું હમણા અહીં આવેલા અમુક સાથેવાહની સાથે વ્યાપાર કરવા અને અનેક દેશમાં ફરીને ધન ઉપાર્જન કરવા માટે જવા ધારું છું. કુળવધૂએ કહ્યું કે-“તમને તે ઘટે છે.” પછી તે કાંઈક કરીયાણું લાવ્યા. તે સાથે તેની કરી તેને માદકનું ભાતું બંધાવી એક દેવકુળમાં શય્યા (પલંગ) સાથે સુવાડી આવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org