________________
૨૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
આધારે મહાવીરનો સમય નકકી કર્યો છે. બંને વિદ્વાનોએ એટલી બધી ઝીણવટ અને ઐતિહાસિક સત્યતાથી પિતાનાં અનુમાન દર્યા છે કે તેઓના અભિપ્રાય સાબીત કરવા ફરીથી વિગતોમાં ઉતરવાની જરૂર રહેતી નથી. હેમચંદ્ર રજૂ કરેલી વિગત સ્વીકારવા તેઓ સંમતિ આપે છે અને અનિવાર્ય નિર્ણય પર આવે છે કે આ યુગની તારીખ ઈ.સ પૂર્વે ૪૬૭ લગભગ હોવી જોઈએ.'
ડૉ. શાર્પેન્ટિયર કહે છે કે “મેં એમ બતાવવા પ્રયત્ન કર્યો છે કે કાલગણનાની ટીપ જેના ઉપર જેને વિક્રમ સંવતની શરુઆત અને મહાવીર નિર્વાણ વચ્ચેના અંતરને ૪૭૦ વર્ષ થવાની કલ્પના કરે છે તે તદ્દન અર્થ વગરની છે. સમયની પૂર્તિને માટે જે જે રાજાઓની વંશાવળી બનાવવામાં આવી છે, તે તદ્દન ઈતિહાસવિરુદ્ધ અને કોઈપણ રીતે માની શકાય તેવી નથી...” ૨ જૈન કથનના તદ્દન કાલ્પનિક આધારને બાજુએ મૂકીને પ્રસિદ્ધ વિદ્વાનેએ બીજી દલીલે રજા કરી છે. તે મહાવીર અને બુદ્ધની સમકાલીનતા અને હેમચંદ્રની વધુ સત્ય ઐતિહાસિક હકીકતો છે.
બંને મહાન પુરૂષ સમકાલીન અને પ્રતિસ્પર્ધી સમાજની સાધુસંસ્થાના સ્થાપક હતા તે સિદ્ધ વાત છે. પણ જે આપણે જૈન કથનને માન્ય રાખીએ કે મહાવીરનું નિર્વાણ વિક્રમ સંવત પહેલાં ૪૭૦ વર્ષે અર્થાત્ ઈ. સ. પૂર્વ પર૭ માં થયું છે તે તે શક્ય છે કે નહિ તેની અમને શંકા છે, કારણ કે બુદ્ધનિર્વાણની તારીખ ઈ. સ. પૂર્વ ૪૭૭ જે કર્નલ કનિંગહામ અને પ્રો. મૈકસમુલરે પહેલાં નક્કી કરી છે તે મારા અભિપ્રાય પ્રમાણે સાચી છે અને બધા એકે અવાજે કહે છે કે તેઓ તે વખતે ૮૦ વર્ષના હતા, એટલે તેઓ ઈ. સ. પૂર્વે ૫૫૭ માં જન્મ્યા હશે. આથી એ સ્પષ્ટ થાય છે કે જે મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વ પર૭ માં હોય તે બુદ્ધ તે વખતે ૩૦ વર્ષના હતા અને તેઓ ૩૬ વર્ષની ઉમર એટલે ઈ. સ. પૂર્વ પર૧ પહેલાં બુદ્ધપદ કે અનુયાયી મેળવી શકયા ન હતા, તેથી તેઓ કદી મહાવીરને ન મળ્યા હોય તે અસંભવિત છે. આ ઉપરાંત અજાતશત્રુ જે બુદ્ધનિર્વાણ પહેલાં આઠ વર્ષે રાજા થયે હતું અને જેણે ૩ર વર્ષ રાજ્ય કર્યું તેના રાજ્યમાં બંને પુરૂષો રહ્યાનું સાબીત થાય છે. તે બીન ઉપર બતાવેલી તારીખે માનવાનું વધારે અસંભવિત બનાવી મૂકે છે.” ૩
1. No doubt there are other scholars who hold the contrary opinion, but their discussions having been rendered obsolete by Jacobi and Charpentier we shall not dwell upon them any further. Just to mention a few amongst them : Burgess, I.A., il., p. 140; Rice (Lewis), I.A, iii, p. 157; Thomas ( Edward ), I.A., vii., p. 30 ; Pathak, I.A, xii., p. 21; Hoernle, IA, XX., p. 360; Guérinot, Bibliographie Jaina, Int., p. vi, and so on.
2. Charpentier, op. cit., p. 125. " Not only is the number of years 155) allotted in the Gathās to the reign of the Nandas unduly great, but also the introduction of Palaka, Lord of Avanti, in the chronology of the Magadha kings looks very suspicious." - Jacobi, op. cit., p. 8.
3. Charpentier, op. cit., pp. 131-132. "To return to our discussions of the date of the Nirvana, it is obvious that the year 467 B.C., which we inferred from Hemacandra's
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org