________________
મહાવીર અને તેમને સમય
ર૯
હેમચંદ્રે પિતાના પરિશિષ્ટ પર્વમાં આપેલ પૂરાવા પર આવતાં ડૉ. શાર્પેન્ટયર કહે છે કે “હેમચંદ્રે વિક્રમ સંવત અને ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક વચ્ચે ૨૫૫ વર્ષના અંતરનું કથન બરાબર ગયું છે તે ડ. યાકેબીની સાથે આપણે ભલે સ્વીકારીએ. આથી મહાવીરના નિર્વાણ અને વિક્રમને રાજ્યારોહણ વચ્ચેના ૨૫૫+૧૫૫ વર્ષ મળીને ૪૧૦ વર્ષ થયાં ગણાય, તો પછી મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વ ક૬૭ માં થયાનું નિશ્ચિત થાય છે જે સાલ મારા અભિપ્રાય પ્રમાણે તેની સાથે સંબંધ ધરાવતા બધા પ્રસંગોને અનેક રીતે બંધબેસતી આવે છે અને તે જ સાચી સ્વીકારી શકાય તેમ છે.”૧. - આ ઉપરાંત બીજા પણ કેટલાંક કારણો છે જે એક યા બીજી રીતે મહાવીરનિર્વાણની આ તારીખ નક્કી કરવામાં આપણને મદદ કરે છે. આપણે તેની ચર્ચામાં ઉતરવાને બદલે એક પછી એક ગણાવી લઈએ. ભદ્રબાહુના નિર્વાણની તારીખ અને તેમને ચંદ્રગુપ્ત સાથે સંબંધ, જૈનધર્મમાં પડેલ ત્રીજા પંથભેદની તારીખ અને તેની સાથે મૌર્યરાજા બલભદ્રનો સંબંધ, દેવર્ષિ ગણીએ છેવટ નક્કી કરાવીને ભદ્રબાહુના કલ્પસૂત્રમાં મુકેલી તારીખ તથા ધ્રુવસેનના રાજ્યારોહણના વર્ષમાં વલભીમાં થયેલ મહાસભાની તારીખને સંબંધ, અને છેવટે સ્થૂલભદ્રના શિષ્ય સુહસ્તિની તારીખ તથા તેને અશોકના પૌત્ર અને ગાદીવારસ સંપ્રતિ સાથેનો સંબંધ
આપણી પાસેનાં આ બધાં ઐતિહાસિક પ્રમાણેથી એક વાત સ્પષ્ટ છે કે જે નિર્ણય પર આપણે આવ્યા છીએ તે વિચારણીય તારીખ સાથે સંબંધ ધરાવતી અનેક હકીકતે સાથે પૂરેપૂરી એકવાકયતા ધરાવે છે. તેમ છતાં ઈસ. પૂર્વ ૪૬૭ ની સાલ
rccord, cannot be far wrong, because it agrees so well with the adjusted date of Buddha's Nirvana, 477 B.C., a synchronism which by our previous research has been established as necessary."-Jacobi, op. cit., p. 9.
1. Charpentier, op. cit., p. 175.
2. This date of Bhadrabāhu's death is 170 A.V., which is equal to 357 B.C. according to the traditional date, and 297 according to the date of Jacobi and Charpentier, and considering Bhadrabahu's connection with Candragupta the year 357 B.C. is to be totally excluded.
3. This schism originated in 214 A.V., and according to Merutunga the Maurya rule dates from 215 A. v., and hence Hemacandra's calculations, according to which the Maurya dynasty begins 155 years after the Nirvana, seem more reasonable.
4. That date is either 980 or 993 A.v., which, taking 467 B.C. as the date of Mahavira's Nirvana, is equal to 526 A.D., which exactly corresponds to the year of Dhruvasena's succession to the throne of Vallabhi.
5. This date is 245 A.V. according to Merutunga, and this more or less agrees with the chronology of Hemacandra, according to which Candragupta began his rule in 155 A.V., because, as Asoka died ninety-four years after Candragupta, the date of Samprati comes to 249 A.V.
6. Cf. Charpentier, op. cit., pp. 175-176; Jacobi, op. cit., pp. 9-10,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org