________________
રાજવંશમાં જૈનધર્મ
૧૩૫
સાધુઓના કાર્યનું ક્ષેત્ર વધારવા માટે સાધુવેશમાં પ્રચારકે મોકલ્યા હતા, જેમણે ત્યાંના લેકને સાધુઓ કઈ જાતને આહાર અને બીજી જરૂરની વસ્તુઓ ભિક્ષા તરીકે સ્વીકારી શકે તે શીખવ્યું અને મામલતદારને આપવાના કર બદલ વારંવાર આવતા સાધુઓને ભિક્ષા આપવાનું ફરમાન કર્યું. આ પ્રમાણે માર્ગ તૈયાર કરી તેણે આચાર્યશ્રીને બીજા દેશમાં સાધુઓ મોકલવા પ્રેરણા કરી; કારણ કે તેઓને ત્યાં રહેવાની કેઈપણ પ્રકારની મુશ્કેલી રહી હતી નહિ. આમ આંધ્ર અને મિલ દેશમાં ધર્મપ્રચારકે મેકલ્યા અને તેમને રાજાની આજ્ઞા મુજબ સર્વ સુવિધા મળી રહી. આમ અનાર્ય પ્રજા જૈનધર્મી બની.”
આ૦ હેમચંદ્રના કથન મુજબ સંપતિએ અનાર્ય દેશમાં મોકલેલ જૈન પ્રચારકેનું મહત્ત્વ એ છે કે દક્ષિણમાં વેતાંબર સંઘ સંબંધી આપણને આ પહેલો ઉલ્લેખ મળે છે. આ કારણથી આ તથા પહેલાના પ્રકરણમાં જણાવેલ મહાન વિદેશગમન જેટલું જ મહત્ત્વને આ પ્રસંગ છે. આને ખાસ વેતાંબરના સંબંધ તરીકે જાણવાનું કારણ એ છે કે આપણે જોઈ ગયા તેમ જૈન ધર્મમાં શ્વેતાંબર-દિગંબર પંથભેદ મહાન વિદેશગમન અને સુહસ્તિનમહાગિરિ દંતકથા એ બન્ને સાથે સંકલિત છે. સુહસ્તિન શ્વેતાંબર હતા એ વાત એમ સાબીત થાય છે કે દિગંબર પટ્ટાવલીઓ અથવા ગુરૂઓની વંશાવલીમાં તેમને ઉલ્લેખ નથી. આપણને એમ હકીકત મળે છે કે આર્ય સુહસ્તિનના ઉપદેશથી સંપ્રતિએ જેન ધર્મ અંગીકાર કર્યાની વાત જાણતાં આર્ય મહાગિરી “કડક સાધુજીવનના માર્ગે સાધુઓને દેરવાની બધી આશા” ભસ્મીભૂત થતી જોઈ દશાર્ણભદ્ર પાસે ચાલ્યા ગયા. આમ સંપ્રતિના રાજકારભારમાં તાંબર સંપ્રદાય વિજય પામ્ય.
જૈન ઈતિહાસની દૃષ્ટિએ મગધની મહત્તાને અહીં અંત આવે છે. મૌના અંત અને સુગોના વિજય સાથે કલિંગ આપણે ઇતિહાસનું કેંદ્ર બને છે. મગધની સર્વોપરિ સત્તાના પતનથી કાંઈક અંશે કલિંગ તે સ્થાન મેળવવા વિજયી થાય છે. ખારવેલના સમયમાં શક્તિશાળી કલિગ મગધને ભારે થઈ પડ્યું હતું અને સદ્ભાગ્યે થડા સમય માટે જૈન ઇતિહાસમાં પણ તે એટલે જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સંપ્રતિ પછી મૌર્યવંશ વધારે ચા નથી તે ચોક્કસ છે અને જે કંઈ રાજાઓ થયા હશે તે પામર હશે કારણ કે આપણે જોઈ ગયા અને હવે પછી જોઈશું તે મુજબ મૌર્ય સેનાપતિએ છેલા મૌર્ય રાજાને નિર્દયતાથી મારી નાંખ્યો હતે.
તેમ છતાં પ્રતિભાસંપન્ન મૌર્યવંશના પતનનાં કારણોમાં આપણે ઉતરતા નથી; એટલું કહેવું પૂરતું છે કે મોર્ય અશેકે મેળવેલ કલંગ પરનો વિજય ભારત અને મગધના ઇતિહાસમાં એક મહાન લાક્ષણિક પ્રસંગ હતું, તેથી મગધ સામ્રાજ્ય તામિલ સિવાય
1. Cf. Jacobi, op. and loc. cit. 2, Cy. Hoernle, I.A., xxii, pp. 57-58, and Klatt, ibid., xi, p.251. 3. Stevenson (Mrs.), op. cit., p. 74. CJ. Barodia, History and Literature of Jainism, p. 55.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org