________________
૧૩૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
આખા ભારત સાથે સંધાયું. બિખિસારે વિજય કરી અંગ દેશ ખાલસા કરી શરૂ કરેલ વિજયયાત્રા અને ઉત્કર્ષની કારકિર્દીના અહીં અંત આવે છે. એક નવા યુગના મંડાણ મંડાયા-શાંતિ, સામાજીક ઉન્નતિ અને ધાર્મિક પ્રચારના યુગ શરૂ થયા, પણ તે સાથે રાજકીય જીવનની મંદતા અને કદાચ લડાયક ક્ષાત્રતેજની ઉણપ દેખાવા લાગી અને લશ્કરી તાલીમના અભાવે મગધ સામ્રાજ્યની લડાયક વૃત્તિના અંત આન્યા. દિગ્વિજયના યુગ પૂર્ણ થયા, ધર્મવિજયને યુગ શરૂ થયા અને આમ છેવટે મગધ સામ્રાજ્ય પર મોર્ય સત્તાના સૂર્ય સદાને માટે અસ્ત પામ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/