________________
ઉપોદ્ઘાત
નેાના અહંસાના આદર્શ જૈનધર્મમાં ઉદાર ભાવના પોષવા ઉપરાંત પ્રાયશ્ચિત્તના મહત્ત્વભર્યાં તત્ત્વને સ્થાન આપ્યું છે. જેને પરિણામે સામાયિક અને પ્રતિક્રમણ એ એ મુખ્ય વિધાનેા જૈન પ્રજાના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બન્ને વિધાના કેટલાં મહત્ત્વયુક્ત છે અને તેની કેટલી અપૂર્વતા છે તેની યોગ્ય ચર્ચા વિદ્વાનેાની નજરે કરવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા આદિ જેવાં મહત્ત્વનાં વિધાના તરફ ઘૃણાની નજરે જોનાર આજના જેનેાએ ખાસ કરી નવીન વર્ગ આ આખાય વિષય વાંચી-વીચારી જીવનમાં અવશ્ય ઉતારવા જેવા છે.
ચાલુ વિભાગમાં જૈનધર્મને લગતા સાધુધર્મ અને ગૃહસ્થધર્મના આચારો અને જીવાદિ તત્ત્વોનું વિસ્તૃત સ્વરૂપ પ્રતિપાદન કરવા સાથે નય, પ્રમાણુ અને સમ ભંગીનું વર્ણન આપવામાં આવ્યું છે.
૯
પ્રકરણને અંતે ચેાથા વિભાગમાં ભગવાન્ મહાવીરના યુગથી શરૂ કરી આઠ સી દરમિયાન જૈનધર્મમાંથી જુદા પડેલા અથવા જન્મેલા પથભેદોના અર્થાત્ આજીવક સંપ્રદાય, સાત નિાવા અને વેતાંબર–દિગંબર સંપ્રદાયના ઇતિહાસ આપવામાં આવ્યે છે.
ત્રીજું પ્રકરણ બે વિભાગમાં લખાયું છે. તે પૈકી પ્રથમ વિભાગમાં ભગવાન્ પાર્શ્વ અને મહાવીરના ધર્મને રાજ્યાશ્રય કેટલા મળ્યા હતા અને કેટલે અંશે તે રાજધર્મ અની શકયે હતા તેનું વિવેચન છે. ખાસ કરી ભગવાન્ મહાવીરના યુગમાં મગધના મહાન્ શૈથુનાગ બિંબિસાર ઉર્ફે શ્રેણિક, વૈશાલીના રાજા ચેટક ઉર્ફે જિતશત્રુ, ચંપાના રાજા દધિવાહન, કૌશાંખીના રાજા શતાનીક અને કેટલાક લિચ્છવી રાજા વગેરે જે જે રાજાએ જૈનધર્મીવલંખી હતા તેમ જ અવંતીના રાજા ચંડપ્રઘાત અને ખીજા જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે અહુમાન ભરી લાગણી ધરાવતા હતા તેઓના અને તે સાથે વૈશાલી, કુંડગ્રામ, વાણિજગ્રામ, ચંપા, સિંધુસાવીર-વીતભય વગેરે નગરે ક્યાં આવ્યાં તેને લગતી ઐતિહાસિક માહીતી
આપવામાં આવી છે.
ખીજા વિભાગમાં ભગવાન્ મહાવીર પછીના યુગમાં મહારાજા કેણિક, તેના ઉત્તરાધિ કારી ઉદાયન વગેરે નંદવંશીય રાજાએ અને તેમના શકેડાલ, સ્થૂલભદ્ર, શ્રીયક વગેરે મહામાત્યા, મૌર્યવંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન્ સંપ્રતિરાજ વગેરે જે જે રાજાએ જેન હતા તેમ જ જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ ધરાવતા હતા તે બધાના પરિચય આપવામાં આન્યા છે.
જ
ઉપરોક્ત જૈન રાજાએ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજ્જવળ કારકીર્દી ભર્યું અને અતિ ગૌરવવંતું છે. મહાન સંપ્રતિ માત્ર પોતે જ જૈનધર્મી હતા એટલું જ નહિ પણ તેણે વૈદિક સંસ્કૃતિ પ્રધાન આંધ્ર દ્રવિડ વગેરે દેશોમાં જૈનધર્મના ઝંડો ફરકાળ્યા હતા. ભગવાન મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં મેટા પાયાપર જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ બીજી એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org