________________
ઉપાદ્ધાત
બીજા પ્રકરણને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન્ મહાવીરના સમય દરમિયાન બ્રાહ્મણ પ્રજામાં સડા અને તેમના અત્યાચાર કેવી રીતે વધી પડ્યા હતા તેમ જ જાતિપાંતિના ભેદો અને લૂખાં તેમ જ કંટાળાભર્યાં ક્યાકાંડા વધારી મૂકી તેમણે સમગ્ર પ્રજાને કેવી દબાવી દીધી હતી એ બાબતની ચર્ચા કર્યાં બાદ જૈન અને ૌદ્ધધર્મ અથવા ભગવાન્ મહાવીર અને યુદ્ધ ભગવાને તે સામે આધ્યાત્મિક વાતાવરણ ઉભું કરી સમસ્ત જનતાને, પછી તે પુરુષ હેા યા સ્ત્રી હા અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને शूद्र જાતિ પૈકીના કોઈપણ હા, કોઈપણ પ્રકારના ભેદ રાખ્યા સિવાય સૌને એક સરખી રીતે આધ્યાત્મિક ધર્મની સમકક્ષાએ સ્થાપન કર્યાં એ જણાવવામાં આવ્યું છે.
બીજા વિભાગમાં ભગવાન મહાવીરના ગર્ભાપહારને અંગેની આજના વિદ્વાનાની બુદ્ધિગમ્ય માન્યતા, તેમના જન્મ, ગૃહવાસ, પ્રત્રજ્યા, નિર્વાણસમય અને જૈનધર્મને લગતી સામાન્ય તેમ જ લાક્ષણિક ખાખતાના ઉલ્લેખ છે.
ત્રીજા વિભાગમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ત્યાગધર્મ અને તત્ત્વનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીર જગતની ઉત્પત્તીના આદિકારણ તરીકે કેાઈ ઈશ્વરને કહેતા નથી કે જગતને આદિમાન્ માનતા નથી; પરંતુ જગતનું ચક્ર કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણના મેળથી સ્વયં ચાલ્યા કરે છે, અને તે પણ અનાદિ કાળથી જ ચાલ્યા કરે છે. એ ચક્રને પ્રેરનાર કે સાક્ષિ રૂપ કોઈ અનાદિ વ્યક્તિને જૈન દર્શન માનતું નથી.
'
જૈન દર્શનના મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મે જગતભરના ધર્મ અને સંપ્રદાયાની માન્યતાઓને પાતામાં સમાવી સૌની સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કર્યાં છે અને અહંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભાતૃભાવ સાધ્યા છે. આજ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જૈનધર્મે પોતાના પ્રભાવ દરેક ધર્મ ઉપર પાડ્યો છે અને પોતાના અસ્તિત્વને ચિરંજીવ મનાવ્યું છે.
જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને, તેના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરાધી તેમજ નિર્માલ્યતા પોષક માને મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રણા કાઢે; તે છતાં જગતને તત્ત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદર્શને પૂરા પાડનાર જૈનધર્મનાં આ એ વિશિષ્ટ તત્ત્વો સદાય જૈનધર્મની જેમ ચિરંજીવ જ રહેશે, આ ઉપરાંત જૈનધર્મના કર્મસિદ્ધાંત સામે પણ એવા આક્ષેપ છે કે જૈનધર્મના આ સિદ્ધાંત પ્રાણિમાત્રને નિર્માલ્ય તેમ જ પુરુષાર્થહીન બનાવનાર છે. આ બધા આક્ષેપોની અયેાગ્યતા પૂરવાર કરવામાટે ભાઈ શ્રી શાહે પ્રામાણિક ચર્ચા કરવા સાથે એ સંબંધમાં અનેક વિદ્વાનેાના અભિપ્રાયાની નોંધ લીધી છે. અલબત આપણે અહીં એટલું જરૂર ઉમેરવું જોઇએ કે આ સિદ્ધાંતા જૈન પ્રજાના અંગમાં જેટલી તન્મયતાથી સ્થિર થવાં જોઈ એ તે રીતે બની શક્યું નથી; જેને પિરણામે આ મહાન સિદ્ધાંતા પાછળ રહેલી ઉદાત્ત ભાવનાને કેટલાક અપવાદો માદ કરતાં જૈન પ્રજાએ લગભગ વીસારી દીધી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org