________________
ઉઘાત
પણ ઉત્પન્ન થઈ નથી, જેને પ્રતાપે જૈન સૂત્રકારોને પિતાના મૈલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરે કરવાની ફરજ પડી હોય.
જૈન પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલા કાર્યને સાંગોપાંગ પાર ઉતારનાર કે પોષનાર પ્રાણવાન કેઈ પાછળ નથી હતું. જેમ જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સંપ્રતિની પાછળ કેઈ એના જેવી વિભૂતિ પાકી નથી તેજ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વગેરેના વિકાસના ક્ષેત્રમાં જે ગણી ગાંડી વ્યક્તિઓ આપણે ત્યાં જન્મી છે તેના સ્થાનને શોભાવનાર બીજી વ્યક્તિઓ પણ આપણે ત્યાં વિરલ જ જન્મી છે.
ચેથું પ્રકરણ “કલિંગદેશમાં જૈનધર્મ છે. આ પ્રકરણમાં અત્યારે ઓરિસા તરીકે ઓળખાતા કલંગ દેશના જૈન સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુંફા શિલાલેખોને ગૌરવવંતે ઇતિહાસ છે, જેને સમય ઈ. સ. પૂર્વે બીજો સેકે છે. સમ્રાટું ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખેનું મહત્ત્વ ફક્ત જૈનધર્મના ઇતિહાસની દષ્ટિએ જ નહિ પણ ભારતીય સામાજીક અને રાજકીય નજરે પણ તેનું મહત્ત્વ અતિઘણું છે. ધાર્મિક, સામાજીક અને રાજકીય દષ્ટિને લક્ષ્યમાં રાખી લખાએલ પાંડિત્યપૂર્ણ આ વિશદ શિલાલેખ જગતભરના ઈતિહાસમાં ભાગ્યે જ બીજો જોવામાં આવશે.
મહારાજા ખારવેલ અને તેના શિલાલેખ જૈનધર્મને માટે અભિમાનનું સ્થાન હોવા છતાં આશ્ચર્યકારક ઘટના તે એ છે કે સમગ્ર વેતાંબરદિગંબર જૈન સાહિત્યમાં મહારાજા ખારવેલના નામને કે તેને મળતા તેવા બીજા કેઈ નામાંતરને ઉલેખ સરખે મળતું નથી. ખરે જ આ પણ એક નહિ ઉકેલી શકાય તે કેયડે છે કે જૈન સંપ્રદાયે આવી મહાન વિભૂતીને કયા કારણે વિસારી મૂકી હશે. અસ્તુ ગમે તેમ હો તે છતાં આ શિલાલેખો જૈનધર્મ માટે અતિમહત્ત્વના છે.
જૈન મૂર્તિ અને તેની ઉપાસનાનું પ્રાચીનતમ વિધાન આ શિલાલેખો પૂરું પાડે છે આ શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક અને નમસ્કારમંત્રના પ્રારંભનાં બે પદો મંગળ તરીકે આપવામાં આવ્યાં છે એ ઉપરથી જેનેની સ્વસ્તિક રચના અને નમસ્કારપાસના અતિપ્રાચીન હવાની સાબીતી મળે છે.
ખંડગિરિમાંની ઉપરોક્ત હાથીગુંફા પર કેતરાયેલા શિલાલેખમાં કઈ કઈ બાબતે છે? તેમ જ એ ગુફામાં શું શું છે? અને ખંડગિરિ ઉદયગિરિની ટેકરીઓ પર બીજી કઈ કઈ અને કેટલી ગુફાઓ છે અને તેમાં શું છે એ બધી હકીકતને વિસ્તૃત પરિચય આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે.
અહીં પ્રસંગોપાત એક વાત સૂચવવી ઉચિત જણાય છે કે જે ગુફા અને જે શિલાલેખ જૈનધર્મના ગૌરવની દષ્ટિએ અતિમહત્ત્વના છે, જેના વાચનમાટે વર્ષોનાં વર્ષો થયાં ભારતીય તેમ જ પાશ્ચાત્ય સમર્થ વિદ્વાને રાત દિવસ પ્રયત્ન કરી રહ્યા છે અને જેના દર્શનાર્થે દર વર્ષે સિંખ્યાબંધ વિદેશી તેમ જ ભારતીય વિદ્વાને જાય છે એ ગુફાનું દર્શન કરવું તે દૂર રહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org