SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ રત્નાચલ તથા દક્ષિણે ઉદયગિરિ, સાનિઞર અને ગિરિત્રજગિરિ આવેલાં છે.”૧ આ બધી ટેકરીઓ આજે પણ જૈન ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૈભાર, વિપુલ, ઉદય અને સાનિગિર પર મહાવીર, પાર્શ્વ અને બીજા તીર્થંકરાનાં દેહરાં આવેલાં છે. આ ઉપરાંત આપણે હવે પછી જોઈશું તેમ મહાવીરે કેવળ રવતંત્ર ઉપદેશક તરીકે નિહ, પરંતુ પોતાના મહાન ધર્મપ્રચાર માટે રાજ્યના સીધા આશ્રય અને સહાનુભૂતિ વચ્ચે રાજગૃહ અને તેના પરા નાલંદામાં ચૌદ ચાતુર્માસ ગાળ્યાં હતાં. કલ્પસૂત્રના આ ઉલ્લેખ મગધ સાથેના મહાવીરના વૈયક્તિક સંબંધનો પ્રત્યક્ષ પૂરાવા છે. વિશેષમાં વિરોની નામાવલિ પરથી આપણે જાણીએ છીએ કે ભ॰ મહાવીરના અગિયાર ગણધરો પણ અનશન વ્રતની મહાન તપશ્ચર્યા બાદ ત્યાં કાળધર્મ પામ્યા હતા.પ મહાવીરના સમયથી ત્યાં રાજ્ય કરતા જુદા જુદા રાજવંશેાના વિચાર કરવાં આપણે શેશુનાગ વંશના બિંબિસારથી શરૂઆત કરવી પડશે; પરંતુ તેમ કરવા પહેલાં વર્ધમાનના સમય પૂર્વે જૈન ધર્મ અને મગધ વચ્ચે સંકલિત સંબંધદર્શક કાંઈ પ્રમાણ છે કે કેમ તેના વિચાર કરવા જોઈ એ. “ જેનલેખકા સમુદ્રવિજય અને તેના પુત્ર જયના રાજગૃહના રાજા તરીકે ઉલ્લેખ કરે છે.”૬ ઉત્તરાધ્યયનસૂત્રમાં અગિયારમા ચક્રવર્તી જયરાજાએ “ હજારા રાજાઓ સાથે સંસારત્યાગ કરી આત્મસંયમ કેળવી જિનાએ પ્રરુપેલું મેક્ષપદ મેળવ્યાના ઉલ્લેખ છે.”૭ ** જૈન ગ્રંથાની આ પ્રમાણહિત કિકતા બાજુએ મૂકી આપણે ઐતિહાસિક અને એવી બીજી જાણીતી વિગતા સાથે જૈન ઉલ્લેખનું સામ્ય તપાસીશું. પ્રથમ શૅશુનાગ બિબિસારના વિચાર કરતાં આપણને જણાય છે કે જૈન ગ્રંથામાં આ ‘રાસિંહ’- માટે એટલા બધા નિર્દેશે! છે કે તે નાતપુત્તના અને તેમના સિદ્ધાંતાના અનુયાયી હતા તેની ના પાડી શકાય તેમ નથી. તેમ છતાં તેમાંની કેટલીક હકીકતાની સૂક્ષ્મ છણાવટ કરતાં પહેલાં શૈથુનાગના સમયમાં મગધનું આધિપત્ય કેટલું હતું તે જાણવું આવશ્યક છે. કારણ કે ધાર્મિક પ્રગતિ લાકે અને રાજ્યાશ્રય પર નિર્ભર છે. 1. Dey, op. cit., p. 66. J. Cunningham, o. cil., p. 530. 2. Ibid., pp. 530-532. 3. Nalanda is identified with Bargaon, which lies seven miles to the north-west of Raj. gir in the district of Patna, Cf. Cunningham, op. ci, p. 536. It contains a beautiful Jainatemple of Mahavira, who appears to have dwelt at Nalanda, perhaps on the site of the present temple, while Buddha resided in the Pāvarika mango orchard.--Dey, oh. ciz., p. 137. 4. Cf. Jacobi, op. and loc. cit. 5. Ibid., p. 287. 6, Raychaudhuri, op. cit., p. 72. Cf. Jacobi, S.B.E., xlv., p. 86, 7. अनिओ रायसहस्सेहिं सुपरिचाई दमं चरे । जयनामो जिणक्खायं पत्तो गइमणुत्तरं ॥ —Utarādhyayana, Adhyayana XVIII, v. 43. Cf. Jacobi, op. cit., pp. 85-87; Raychaudhuri, o. and loc. cit. 8.... રાયસીદો . . Uttarāhyayana, Adhyayana XX, v. 58. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy