________________
રાજવંશમાં જૈનધર્મ
१०७
આ માટે આપણે મગધ સામ્રાજ્યના વિસ્તાર અર્થે શૅશુનાગ રાજાએ કરેલ યુદ્ધો અને દાવપેચામાં ઉતરવાની આવશ્યકતા નથી; આપણે તે માત્ર જે કેટલાંક મહાજના ખુલ્લી રીતે હાર્યાં હતાં અથવા જેમણે પરાક્ષ રીતે મગધનું આધિપત્ય સ્વીકાર્યું હતું તેજ માત્ર વર્ણવવાનું છે.
પ્રાચીન બૌદ્ધ ગ્રંથા બિબિસારના સમયની ભારતવર્ષની રાજકીય પરિસ્થિતિ પર પૂરતા પ્રકાશ ફેંકે છે. ડૉ. રાઇસ ડેવિડસ લખે છે કે “ કેટલાંક પ્રજાસત્તાક રાજ્યેા ઉપરાંત ચાર મહાન રાજ્યા હતા.”૧ ખીજું નાનાં સ્વતંત્ર રાજ્યાની સાથે સાથે કેટલાંક અનાર્ય રાષ્ટ્રો પણ હતાં. આપણે જોઈ ગયા તેમ સ્વતંત્ર રાજ્યામાં વૈશાલીના વજ્રજીએ અને કુસિનારા તથા પાવાના મકિએ મુખ્ય હતા. આમ છતાં તે સમયના રાજકીય ઇતિહાસમાં બીજાં સ્વતંત્ર રાજ્યો કે રાષ્ટ્રો નહિ, પણ પ્રસેનજિત, ઉદાયન, પ્રદ્યાત, અને બિંબિસારથી અનુક્રમે રાજ્ય કરાતા કેસલ, વત્સ, અવંતી અને મગધ એ ચારજ મુખ્ય ભાગ ભજવતા હતા.
3
આમાંના પ્રભાવશાલી પડોશી રાજ્યેા સાથે લગ્ન સંબંધ બાંધી મગધ રાજ્યના મૂળ સ્થાપક બિંબિસાર અથવા શ્રેણિકે પોતાની સત્તા મજબૂત કરી; જેમાના એક સંબંધ તેણે વૈશાલીની લાગવગ ધરાવતી લિચ્છવિ જાતિ સાથે અને બીજો કાસલના રાજવંશ સાથે આંધ્યા હતા જેથી દાયજામાં એક લાખની આવકવાળેા કાસી પ્રાંતના એક વિભાગ તેને મળ્યા હતા. આ લગ્નાવિષે આપણે આગળ કહી ગયા છીએ પરંતુ અહીં એટલું કહેવું પૂરતું છે કે આ સંબંધે રાજકીય દૃષ્ટિએ અગત્યના હતા કેમકે તે દ્વારા મગધની ઉત્તર અને પશ્ચિમે તેના વિસ્તારના માર્ગ ખુલ્લા થયા. આમ દીર્ઘદર્શી રાજનીતિથી ઉત્તર અને પશ્ચિમના પડેાશી રાજ્યાની દુશ્મનાવટ દૂર કરી બિંબિસારે અંગદેશની રાજધાની ચંપા જીતવા પોતાનું લક્ષ્ય દેવું. આપણે જાણીએ છીએ તે મુજબ આ અંગદેશ બિંબિસારે ખાલસા કર્યાં તેના થાડાં વર્ષોં પહેલાં કૌશામ્બિના શતાનીકે અંગની રાજધાની ચંપાના નાશ કર્યાં હતા. અંગના ઉમેરાથી મગધની મહત્તા અને ભન્યતા શરુ થાય છે. જૈન સાહિત્ય પણ તેને ટેકો આપે છે કેમકે તે જણાવે છે કે ચંપા રાજધાનીવાળા અંગદેશ પર મગધના રાજકુમાર કૃણિક સ્વતંત્ર પ્રાંત તરીકે સત્તા ચલાવતા હતા.પ
ડૉ. રાયચૌધરી કહે છે કે “ આમ બિબિસારે અંગ અને કાસીના એક ભાગ પોતાના સામ્રાજ્યમાં ઉમેરી વિજય અને ઉત્કર્ષ દ્વારા તેના વિસ્તાર એટલા તે વધા
1, Rhys Davids, Buddhist India, p. 1.
2. CJ Raychaudhuri, oh. ci, pp. 116, 120.
3. Cf. Pradhan,op. cit., p. 214 ; Raychaudhuri, oh. cit., p. 124,
4. f. Smith, Early IIistory of India, p. 33.
5. ચમ્પાયાં વૃળિયો રાના સૂત્ર, . . . .--Bhagawaii, sit. 300, p. 316. Cf. Dey J.A.S.B, 1914, p. 322; Hemacandra, Parisishṭaparvan, Canto IV, vv. 1, 9; Raychaudhuri, op. cit., p. 125; Aupapātha-Satya, st. 6,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org