SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અવન્તીના રાજા પ્રદ્યતની કન્યા વાસુલદત્તા વા વાસવદત્તા તથા મગધના રાજા દર્શકની બેન પદ્માવતી અને અંગના રાજા દતવર્માની પુત્રી તેની રાણીઓ હતી. આમાં વાસવદત્તા એ ઉદાયનની પટ્ટરાણી હતી. બૌદ્ધ અને જૈન એ બન્ને સાહિત્યમાં “અવન્તીના પ્રોતની કન્યા વાસુલદત્તા કેશામ્બિના ઉદેનની રાણી અથવા તેની ત્રણ રાણીઓમાંની એક કેવી રીતે બની તેની અદ્દભુત અને લાંબી કથા આપેલી છે. ધર્મ પ્રતિ તેની મનવૃત્તિ વિશે તો ઉદાયનની સામે તેની માતા, બિંબિસાર, ચિલ્લણ અને અન્ય સંબંધીઓ જે તે સમયે જૈન ધર્મના અગ્રણી હતા તેના આદર્શો હતા અને કાંઈ નહિ તે તેના મનમાં આ બધું જૈનધર્મ પ્રતિ સન્માન અને સહાનુભૂતિ ઉત્પન્ન કર્યા સિવાય રહેજ નહિ. અવન્તીના પ્રત અને તેની પત્ની શિવાના જૈનધર્મ પ્રતિ આદર માટે આ હેમચંદ્ર કહે છે કે તેમને જૈનધર્મ માટે ખૂબ માન હતું અને તેની આજ્ઞા પછી જ અંગારવતી આદિ તેની આઠ રાણીઓએ કેશામ્બિની મૃગાવતી સાથે સાવધર્મ સ્વીકાર્યો હતો. સૌવીરના ઉદાયન સાથેના સંબંધમાં જોઈ ગયા કે પ્રદ્યોતે પિતે જાહેર કર્યું હતું કે પિતે જૈન છે. જો કે બૌદ્ધ અને જૈને એ બંને અવંતીપતિના જુલમ અને ધૂર્તતાથી જાણીતા છે, પરંતુ આ ખાસ પ્રસંગમાં તેને પોતાની જાતને ખોટી રીતે જૈન કહેવાનું કંઈ ખાસ કારણ જણાતું નથી. જે તેણે પિતાને માટે શંકા જ હોત તે આ કરતાં બીજા કેઈ બહાનાથી તે ખાવાની ના પાડી શકત. આ વાત સત્ય હો કે કલ્પિત, છતાં એક વાત ચોક્કસ છે કે આ પ્રસંગને ઉદ્દેશ આ કે બીજા રાજાના ખરાબ સ્વભાવની છાપ આપવા કરતાં જુદાજ છે. મુખ્ય ઉદ્દેશ એ જણાય છે કે ઉદાયન પ્રદ્યતને વૈરી હોવા છતાં પોતાના ધાર્મિક અનુષ્ઠાનના દિવસોમાં જૈન કે અજૈન કેઈને પણ તે કેદી જેવા ઈચ્છતા ન હતા.૬ 1. Cf. Raychaudhuri op. and loc. cit.; Pradhan, op. cit., pp. 212, 246. "Tradition has preserved a long story of adventures of Udena and his three wives."-Rhys Davids, op. cit., p. 187. 2. Cf. Rhys Davids, Buddhist India, p. 4; Āvaśyaka-Sutra, p. 674; Hemacandra, op. cit., pp. 142-145. 3. સામ સમોસ૩ . . . . તા જે તે ફાળે જાય . . . gવાસણ / etc.–Bhagavali, std. 442, p. 556. ४. सहागृहन्मृगावत्या प्रव्रज्यां स्वामिसन्निद्धौ । अष्टावंगारवत्याद्याः प्रद्योतनृपतेः प्रियाः ।। --Hemacandra, op. cit., v. 233, p. 107. 5. Cf. Rhys Davids, ot. and loc. cil. ; • • • તો . . -Aasyaka-Sara, p. 300; Bhandarkar, op. and loc. cit.; . . . પૂર્વાષર્નવિ . .. --Kalpa-Sitra, Sikhodhika-Tika, sal. 59, p. 192. 6. Cf. Avasyaka-Sura, p. 300; Meyer (J. J.), op. cit., pp. 110-111; Kapa-Sutra, Subodhika-Pikā, al. 59, p. 192. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy