________________
રાજવંશમાં જૈનધર્મ
૯૫
આમ ચેટકની સાત કન્યાઓમાંની પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા અને ચેāણુ એ અનુક્રમે સૌવીર, અંગ, વન્સ (વંસ), અવંતી અને મગધના રાજાઓ સાથે પરશું હતી. આમાંનાં છેલ્લાં ચાર નામે સેળ મહાજનપદની બૌદ્ધ અને જૈન યાદીઓમાં આવે છે; જ્યારે સૌવીર દેશ વિષે કોઈ વિશેષ કહી શકાય તેમ નથી. ચેટકની બાકી રહેલ બે કન્યાઓમાં જ્યેષ્ઠા મહાવીરના મોટાભાઈ કુંડગ્રામના રાજા નંદિવર્ધનને પરણી હતી, જ્યારે સુજ્યેષ્ઠા મહાવીરની શિષ્યા સાધ્વી થઈ હતી. આ બધી હકીકતે વર્ધમાનનો પ્રભાવ તેમની માતા લિચ્છવિ રાજકન્યા ત્રિશલા દ્વારા કેટલે ફેલાયેલું હતું તે ઠીક સ્પષ્ટ કરે છે. આ પરથી એટલું તે જણાય છે કે મહાવીરના પિતાના સમયમાં લિચ્છવિઓ ક્ષત્રિયો કહેવાતા, જે પોતાના ઉચ્ચ કુળનું અભિમાન રાખતા અને પૂર્વ ભારતમાં ઉચ્ચતમ ગણાતા રાજાએ તેમની સાથે વિવાહ સંબંધ જોડવામાં ગૌરવ માનતા.
ટૂંકમાં મહાવીરના સુધારેલ ધર્મને લિછવિઓ અને તેમને અંગે વૈશાલીના રાજવંશ દ્વારા તેની શરુઆતના વખતમાં ચારે બાજુથી સારો આશ્રય મળે.* તે ઉપરાંત મહાવીરને ધર્મ તેમનાથી જ તે વખતના મહાન સમૃદ્ધ રાજે સૌવીર, અંગ, વત્સ, અવન્તી, વિદેહ અને મગધમાં ફેલાયે. આજ કારણથી બૌદ્ધગ્રંથે વૈશાલીના રાજા ચેટકને ઉલેખ જ કરતા નથી, જો કે તે આપણને વેસલિના વ્યવસ્થિત બંધારણની માહિતી આપે છે. ડૉ. યાકેબીના શબ્દોમાં કહીએ તે
બુદ્ધોએ તેને ઉલ્લેખ એટલા માટે નથી કર્યો કે તેના પ્રભાવને લાભ પિતાના હરીફને મળ્યું હતું, પરંતુ જેનેએ પોતાના તીર્થકરના મામા અને આશ્રયદાતા જેના પ્રભાવથી વૈશાલી જૈનધર્મને મજબૂત કિલ્લે બન્યો હતો તેનું બહુમાન કર્યું છે, જ્યારે બુદ્ધો તેને પાખંડીઓના એક મઠ તરીકે જણાવે છે.”
આ ઉપરાંત લિવિઓ વિષે જૈનસૂત્રમાં છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે જે એમ પૂરવાર કરે છે કે તેઓ જેને જ હતા. સૂત્રકૃતાંગ જોતાં આપણને જણાય છે કે તેના માટે જૈન બહુમાન ધરાવતા હતા. તેમાં જણાવ્યું છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્ર અથવા લિચ્છવિ જાતિની કેઈપણ વ્યક્તિ સંઘમાં દાખલ થઈ ભિક્ષા માંગી જમે છે છતાં તે પોતાના ઉરચ ગોત્રના કારણે ગાવિત થતી નથી.”
1. CJ. Raychaudhuri, op. cit., pp. 59-60. 2. Cf. Avašyaka-Sutra, p. 677 ; Hemacandra, op. cit., v. 192, p. 77. 3. Cf. Avasyaka-Sutra, p. 685; Hemacandra, op. cit., v. 266, p. 80. 4. CJ. Dey, Notes on Ancient Ariga, p. 322; Bühler, Indian Sect of the Jainas, p. 27. 5. CJ. Jacobi, S.B.E., xxii., Int., p. xii. See Turnour, J.A.S.B., vii., p. 992. 6. Jacobi, op cit., Int., p. xiii. 7. Jacobi, S.B.E, xlv., p. 321.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org