SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવંશમાં જૈનધર્મ ચેટકની ચોથી પુત્રી શિવાને વિચાર કરતાં આપણને જણાય છે કે તે અવન્તી ચા પ્રાચીન માળવાની રાજધાની ઉજજૈનના ચંદપ્રદ્યતને પરણી હતી. તે ચંદપ્રોત મહાસેન-ભયંકર પ્રાત, મહાન લશ્કરને અધિપતિ અને વંસ અથવા વત્સ દેશની રાજધાની કૌશામ્બિના રાજા ઉદાયનના શ્વસુર તરીકે જાણીતું છે. ડો. રાઈસ ડેવીડસ કહે છે કે “બુદ્ધના સમયમાં અવન્તીને રાજા ભયંકર પ્રત હતો કે જે ઉજજૈનમાં રાજ્ય કરતો હતો. તેને લગતી દંતકથા બતાવે છે કે તે અને તેને પડોશી કેશામ્બિને રાજા ઉદેન સમકાલીન હતા, તે ઉપરાંત વૈવાહિક સંબંધથી જોડાયેલા હતા અને લડાઈમાં પણ બંનેએ ભાગ લીધો હતો આ દંતકથા જૈન સાહિત્યને સંપૂર્ણ મળતી આવે છે. ઉપરોક્ત પ્રમાણેથી જાણી શકીએ છીએ કે વલ્સને રાજા ઉદાયન અવતીને પ્રતની કન્યા વાસવદત્તાને પર હતે. આ૦ હેમચંદ્ર આપણને ટૂંકમાં કહે છે કે “ચંદપ્રદ્યતે શતાનીક પાસે મૃગાવતીની માગણી કરી હતી અને તેની ના પાડવાથી તેના ઉપર ચઢાઈ કરી હતી. તે દરમિયાન એમ બન્યું કે શતાનીક મરણ પામે અને જ્યારે મહાવીર કૌશામ્બિ આવ્યા ત્યારે ચંદપ્રદ્યોતે તેમની પ્રતિભાથી અંજાઈ વૈરવૃત્તિ છેડી અને ઉદાયનને કૌશામ્બિને રાજા બનાવવાના વચન સાથે મૃગાવતીને સાધ્વી થવા રજા આપી. વત્સને રાજા આ ઉદાયન પ્રેમ અને સાહસયુક્ત સંસ્કૃત કથાઓના મહાન ચકાવામાં મધ્યસ્થ વ્યક્તિ છે અને તેમાં અનુપમ સુંદરી વાસવદત્તાને પિતા ઉજજૈન રાજા પ્રત પણ ઓછો ભાગ ભજવતું નથી. હમણાંજ ઉપર કહી ગયા તેમ તેણે અવન્તી, અંગ અને મગધના રાજકુટુંબ સાથે વૈવાહિક સંબંધ બાંધે મનાય છે. સંપૂર્ણતઃ વિશ્વરત ન પણ હોય એવા જુદા જુદા પ્રમાણેથી આપણે જાણીએ છીએ કે 1. CJ. Āvašyaka-Sutra, p. 677. 2. C". Dey, p. cit., p. 209. 3. C. Pradhan, op. cit , p. 230. 4. C. Raychaudhuri, op. cit., p. 83. Kośāmbi-Nagar or Kośam ... was the capital of Varnsadeśa or Vatsyadeśa, the kingdom of Udayana. ..."--Dey, op. cit., p. 96. Cf. ibid., p. 28. 5. Rhya Davids, C.M.I., i., p. 185. 6. Cf. Āvasyaka-Satra, p. 674; Hemacandra, Trishashti-Salāka, Parva X, pp. 142-145. 7. "Avanti roughly corresponds to modern Mälwā, Nimār and the adjoining parts of the central provinces. Prof. Bhandarkar points out that this Janapada was divided into two parts: the northern part had its capital at Ujjain, and the southern part, called Avanti Dakshināpatha had its capital at Mahässati or Mähismati, usually indentified with the modern Māndhāta on the Narmada."-Raychaudhuri, op. cit., p. 92. 8. C. Hemacandra, op. cit., . 232, p. 107, 9. Rapson, C.H.I., 1., p. 311. C. Raychaudhuri, op. cit., p. 122 ; Pargiter, Ancient Indian Historical Tradition, p. 285. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy