SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમનો સમય ઘણું કરીને ભદ્રબાહુના વખતમાં બતાવાઈ હશે જ્યારે દિગંબર માન્યતા પ્રમાણે પિંથભેદની શરૂઆત થઈ હતી. આ સમયે સ્પષ્ટ ભેદ હજી દેખાય ન હતો. હવે આપણે સ્થલભદ્ર અને મહાગિરિની દંતકથાઓને વિચાર કરીએ અને પછી ઈ. સ. ની પહેલી સદીના અંત સુધી આવીએ કે જે સમયે તાંબર અને દિગબર માન્યતાઓ ખરેખર વિભક્ત થઈ છે કે બંને ફિરકાઓએ રજા કરેલી દંતકથાઓ ગપૂરેલી અને બાલિશ દેખાય છે તે પણ એક વાત સ્પષ્ટ છે કે જેના ઇતિહાસના આ ખાસ સમયે કઈ વિચિત્ર યા અસાધારણ બનાવ બન્યો હોવો જોઈએ, જે આ બધી સાહિત્યિક દંતકથાઓ માટે કારણભૂત ગણી શકાય. આમ છતાં આપણે એમ કહી શકતા નથી કે અહીં જ બે ફિરકાઓને મતભેદ રહેલે છે, કારણ કે મથુરાના શિલાલેખો ઉપરથી આપણને કેટલાક મુદ્દા મળે છે જે બતાવે છે કે બંને ફિરકાઓને તે વખતે પણ ઘણી વસ્તુઓ સમાન હતી, જે પાછળથી બને માટે ચર્ચાને વિષય થઈ પડી. વસ્તુસ્થિતિ વધુ સ્પષ્ટ કરવા આપણે એમ કહી શકીએ કે જે મુખ્ય મુદ્દાઓ બંને ફિરકાઓના મતભેદના વિષય છે તે આ પ્રમાણે છે : મહાવીરના ગર્ભનું અપહરણ જે વાત દિગંબરે સ્વીકારતા નથી; સ્ત્રી મેક્ષની અધિકારી નથી અને કેવલી અનાજ લેતા નથી; આ બે માન્યતાઓ વેતાંબરો સ્વીકારતા નથી. આ ઉપરાંત જૈનોનું પ્રાચીન સાહિત્ય નાશ પામ્યું છે એમ દિગંબરો માને છે. કેટલાક વિધિવિધાનો અને સામાન્ય બાબતેની વાત જવા દઈએ તે આ મુખ્ય મુદ્દાઓ છે કે જેના વિષે બંને ફિરકાઓ એકમત નથી. મથુરાના શિલ્પકાલને વિચાર કરતાં જણાય છે કે મહાવીરના ગર્ભના અપહરણના શિ૯૫માં તીર્થકર મહાવીરને નગ્ન દર્શાવ્યા છેશિલ્પમાં નેમેસના ડાબા ઘૂંટણે નાના સાધુ રહેલા દેખાય છે તે મહાવીર જ છે. શિલ્પશાસ્ત્રીએ તે પ્રસંગ બતાવવાના ઉદ્દેશથી સાધુનાં ઉપકરણો દેખાડ્યાં છે અને તે હજી જગ્યા ન હોવાથી તેમજ અહંતપદ પામ્યા ન હોવાથી બહુજ નાના બતાવ્યા છે. આ રીતે મથુરાના એકજ શિ૯૫માં 1. "It thus appears that the Jaina division into Digambara and Svetambara may be traced back to the very beginning of Jainism, it being entirely due to the antagonism of the two associated leaders, Mahāvīra and Gośāla, who are the representatives of the two hostile sects."-Hoernle, op. cit., p. 268. 2. Mr Jhaveri, in his Introduction to his edition of Nirvana-Kalikā, writes: “From the colophon of the work it appears that even in the first century of Vikrama the divisions of the Digambaras and the Svetāmbaras were in existence. The colophon of the Stulis of Siddhasena Divakara confirms the existence of such division in ancient times." Int, p. 7. 3. तेण कियं मयमेयं इत्थीणं अत्थि तब्भवे मोक्खो। केवलणाणीण पुणो अक्खाणं तहा रोओ। अंबरसहिओ वि जई सिज्झइ वीरस्स गब्भचारतं । -Premi, op. cit., vv. 13-14, p. 8. 4, " At his (Nemesa's) left knee stands a small naked male, characterised by the cloth in his left hand as an ascetic and with uplifted right hand. "--Bühler, E.I., ii., p. 316. 5. Ibid., p. 317. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy