________________
૬૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
બંને ફિરકાઓનાં નામજ તેના અર્થ સૂચવે છે. દિશા પી વસ્ત્ર છે જેને એવા દિગંબરે એવી માન્યતા ધરાવે છે કે સાધુના માટે તદ્દન નગ્નતા એ આવશ્યક છે; બીજા ફિરકાનો ત વ ધરાવનાર એ અર્થ છે; મહાવીર નગ્ન હતા એ વાત શ્વેતાંબરો સ્વીકારે છે તેમ છતાં માને છે કે વસ્ત્રના ઉપગ માત્રથી ઉચ્ચતમ મોક્ષપદ અટકી જતું નથી. જે આ નિર્ણયે સત્ય હોય તે જૈન ધર્મના મૂળમાં કોણ હશે તે વિષે બંનેએ વાદવિવાદ કરવાની જરૂર નથી, કારણ કે તેમની માન્યતાના આધારે જૈનધર્મને આદિ કે અંત છે જ નહિ. એતિહાસિક અને સાહિત્યની દૃષ્ટિએ આપણે કહી શકીએ કે તાંબરે મહાવીર કરતાં પાનાથને વધારે મળતા આવે છે, જ્યારે દિગંબરો પાર્શ્વનાથ કરતાં મહાવીરની વધુ નજીક જણાય છે; કારણ કે મહાવીરે પિતાનું સાધુ જીવન નગ્નાવસ્થામાં વિશેષ ગાળ્યું હતું, જ્યારે પાર્શ્વનાથ અને તેમના અનુયાયીઓ સવસ્ત્ર જીવન ગાળતા હતા. આ ઉપરાંત તાંબાનાં શાસ્ત્રીય પ્રમાણ સ્વીકારવામાં આવે તે એક પગલું આગળ વધીને કહી શકાય કે દિગબરેએ મહાવીરના નિયમોનું અક્ષરશઃ પાલન કર્યું, જ્યારે શ્વેતાંબરેએ કઈ પણ રીતે નિયમનું ઉલ્લંઘન કર્યું નથી; કારણ કે મહાવીરે પોતાની નિર્વિક૯પ ધ્યાનસ્થ અવસ્થામાં જે અનુભવ્યું તેને ગમે તે આધ્યાત્મિક દશામાં પોતાના અનુયાયીઓ અક્ષરશઃ વળગી રહે એવી તેમની ધારણા ન હતી.
આમ છતાં જૈનધર્મના મૂળમાં બેમાંથી કેણ છે તે પ્રશ્ન જ ચર્ચાને વિષય નથી કારણ કે જૈનમમાં જૈનધર્મના આદિ અનુયાયી કોણ છે અથવા કોણ હોઈ શકે તેને નિર્ણય કરેજ મુશ્કેલ છે. ઇતિહાસના અભ્યાસીઓને એ વિષય નથી, જે કાંઈ તેને શોધવાનું છે તે જૈન ધર્મમાં પડેલા આ પંથભેદનો સમય છે. આપણી પાસે પડેલ હકીકતોની વિચારપૂર્વક સમાલોચના કરવાનું પણ શક્ય નથી, જે કાંઈ કરી શકાય તેમ છે તે એ છે કે મહાવીરના સમયમાં મખલિપુત્તે આવીને પિતાના મનસ્વી મતની પ્રરૂપણ કરી ત્યારે આ પથભેદને કીડ વળગી ચુજ હતું. તેના મૃત્યુ પછી આજીવિકેનું બળ ઘણું ઘટી ગયું હતું તે પણ કેટલાક નિષ્ઠો એવા હતા “જે નગ્નતા, કમંડળની અનાવશ્યકતા, જીવન માટે બેદરકારી, દંડનું ખાસ નિશાન આદિ આવી બીજી બાબતોમાં” આજીવિકો સાથે સહાનુભૂતિ ધરાવતા હતા. આ સહાનુભૂતિ
1. "Nudity as a part of asceticism was practised by several sects in the time of Mahavira, but it was also reprobated by others (including all Buddhists) who felt it to be barbarous and unedifying."-Elliot, op. cit., p. 112.
2. Cf. Jacobi, S.B.E., xlv., pp. 119-129. "The probability is that there had always been two parties in the community: the older and weaker section, who wore clothes and dated from Pārsvanatha's time, and who were called Sthavira-Kalpa (the spiritual ancestors of the Svetāmbara); and the Jina-Kalpa, or Puritans, who kept the extreme letter of the law as Mahavira had done, and who are the forerunners of the Digambara.” -Stevenson (Mrs), op. cit., p. 79.
3. Hoernle, op. cit., pp. 267 ff.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org