________________
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ
દિગબરની નગ્નતાની માન્યતા અને શ્વેતાંબરના ગર્ભ અપહરણની માન્યતા એમ બંને આવી જાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ઇ. સ. ની પહેલી સદી સુધી બંને ફિરકાઓ વચ્ચે ખરેખર પથભેદ ઉત્પન્ન થયે ન હતે.
આમ છતાં એ યાદ રાખવું ઘટે કે જેન મૂર્તિશાસ્ત્ર શરૂઆતમાં જૈન તીર્થંકરને નગ્નદશામાં બતાવે છે અને વધારે આગળ નહિ તે ઈ. સ. ની બીજી સદી સુધી તે આમજ જણાય છે. મનમેહન ચક્રવતી, ઉદયગિરિ અને ખંડગિરિનાં સમારકે વિષે બોલતાં કહે છે કે “માત્ર તીર્થકર નગ્નાવસ્થામાં જણાય છે. કેઈ કઈ જગ્યાએ તેઓને પણ પિતાના મનુષ્ય જીવનના પ્રસંગે બતાવવાના હોય છે ત્યાં તેમને વિશ્વસહિત બતાવ્યા છે. સ્ત્રીઓ, રાજાઓ, દે, અહંતો, ગંધર્વો તથા પરિચારકે ઘણું ખરૂ વસ્ત્ર સહિત બતાવ્યા છે. મથુરા શિ૯પમાં નૃત્ય કરતી કન્યાઓ, રાક્ષસે અને કેટલાક સાધુઓને નગ્ન બતાવ્યા છે. કેઈ કઈ વખત સ્ત્રીઓ નગ્ન દેખાય છે, પણ સૂકમ દૃષ્ટિથી તપાસતાં વસ્ત્રની બહુજ બારીક રેખાઓ દેખાય છે, જેમાંથી શરીરના મરોડ આરપાર દેખાઈ આવે છે.”૧ પછીના ઇતિહાસમાં વરાહમિહિર પિતાના બૃહતસંહિતા ગ્રંથમાં જૈન તીર્થકરોને નીચેના શબ્દોમાં વર્ણવે છેઃ “જેના દેવ નગ્ન, યુવાન, સ્વરૂપવાન, શાંત મુખમુદ્રાવાળા, તેમ જ ઘૂંટણ સુધી લાંબા હાથવાળા ચિતરવામાં આવ્યા છે.”૨
આમ જે કે ઈ. સ. ની શરૂઆત સુધી બે પંથે જેવું કાંઈ જણાતું ન હતું તે પણ એટલું તે કબૂલ કરવું જોઈએ કે મહાન દુષ્કાળના સમયની ભદ્રબાહુની દંતકથા તથા ઈ. સ. ૮૦ ની જિનચંદ્ર અને શિવભૂતિની કથાઓ આ મહાન પથભેદના ઇતિહાસમાં ખાસ રથાન ધરાવે છે. અમારા અભિપ્રાય પ્રમાણે આ પંથભેદ મહાવીર નિર્વાણ એટલે ઈ. સ. પૂર્વ પર૭ પ્રમાણે ઈ. સ. પાંચમી સદીમાં દેવર્ધિગણીના પ્રમુખ પદ નીચે વલ્લભીમ બીજી પરિષદ મળી ત્યારથી સ્પષ્ટ રીતે થયાનું જણાય છે. એમ પણ હોઈ શકે કે સ્પષ્ટ ભેદ આ પ્રસંગ પહેલાં છેડે સમયે થયે હોય, પરંતુ જેનોનું સમગ્ર શાસ્ત્રીય સાહિત્ય નિર્મિત કરવા અને લખવાના સમયે છેવટે કેટલાક સિદ્ધાંત અને માન્યતાઓની બાબતમાં લેખનકાર્યના સ્વાભાવિક પરિણામરૂપ બે ચક્કસ પંથે કાયમ થયા.
1. Chakravarti (Mon Mohan), Notes on the Remairs on Dhauli and in the Caves of Udayagiri and Kandagiri, p. 2.
2. Byhal-Sanhita, chap. lix., trans. by Kern in J. R. A. S. (New Series), vi., p. 328. Cf. Chakravarti (Mon Mohan), op. and loc. cit.
3. CJ. Premi, oછે. cil., p. 31.
4. " It seems certain that in A. D. 454 the whole canon was reduced to writing, and that a large number of copies were made, so that no monastery of any consequence should be without one."--Stevenson (Mrs), op. cit., p. 15,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org