________________
(પ્રકરણ ૨) રાત્રિભોજન વિશે રાસ કૃતિઓની માહિતી
૧. રાત્રિ ભોજન રાસ - ધર્મસમુદ્ર ગણિ. સોળમી સદીના બીજા તબક્કામાં થયેલા આ ગુરુભગવંતે રાત્રિભોજન રાસ અથવા જયસેન ચોપાઈ રચના કરી છે. પૂ. શ્રી ખરતરગચ્છના જિનપ્રભસૂરિની પાટ પરંપરાએ જિનહર્ષ સૂરિ – જિનચંદ્રસૂરિ - વિવેકસિંહના શિષ્ય હતા.
કવિ જિનહર્ષસૂરિએ રાત્રિભોજન રાસની રચના કરી છે. તેની સાથે આ રચના સામ્ય ધરાવે છે. વસ્તુમાં કોઈ નવિનતા નથી પણ અભિવ્યક્તિમાં પૂ.શ્રી કાવ્ય કલાનું દર્શન થાય છે. હસ્તપ્રતને આધરે આ રાસની માહિતી નીચે પ્રમાણે છે.
રાત્રિભોજન રાસના આરંભની ૧૭ કડી સઝાય સ્વરૂપે છે. કવિએ સક્ઝાય શબ્દ પ્રયોગ કર્યો છે તે યથાર્થ છે. સઝાયના વિચારો દર્શાવીને કવિએ અમરસેન-ચંદ્રયશાના દષ્ટાંતનો વિસ્તારથી પરિચય કરાવીને રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાયો છે.
રાસના આરંભની ઉપરોક્ત માહિતીવાળી કવિની પંક્તિઓ નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવી છે.
પણમિનું ગોયમ ગણહરરાય, સમરી સરસતિ સામણિમાય; રયણી ભોજન દોષ વિચાર, બોલિસિ તે સંભલું ઉદાર...
૧
૪૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org