________________
થી વીર હરિ વીર ટિ ફિ દી જી વી હિ વહિ હ હ હ ર ર ર ર |
ધ્યેય બનાવીને રાત્રિભોજનનો ત્યાગ કરવામાં આવે, તો એની કોઈ જ કિંમત નથી. ડૉક્ટરના કહેવાથી લાંઘણ કરતાં દર્દીને જેમ ઉપવાસી ન કહી શકાય, તેમ શરીર ખાતર રાત્રિભોજન ન કરનારને ત્યાગી તરીકે ન જ વખાણી શકાય.
આટલા જરૂરી ખુલાસા બાદ એક એ પણ ચોખવટ જરૂરી છે કે, અહીં શરીરની દૃષ્ટિએ રાત્રિભોજનના ત્યાગની આ છણાવટ એટલા માટે જ કરી છે કે, આધ્યાત્મિક-આબાદીને પ્રાપ્ત કરવામાં રાત્રિભોજન બાહ્ય દૃષ્ટિથી પણ કેટલું બધું નુકસાનકારક છે, એ સૌ કોઈ સમજી શકે અને એથી રાત્રિભોજનના ત્યાગના ઉપદેશક જિનશાસનને અહોભાવની આંખે નિહાળવાનું સૌભાગ્ય પામી શકે! ખરી રીતે તો આત્મદ્રષ્ટિથી જે આરાધના થાય, એની પર જ “ધર્મ ની મહોરછાપ લાગી શકે છે, આટલી મુખ્ય વાત સમજીને પછી સૌ કોઈ ધર્મની ધરતી ઉપર પ્રવાસ આરંભે, તો જ એનાં એક એક પગલે પરમપદ નજીક આવતું જાય! માટે સૌ કોઈ ધ્યેય તરીકે “અણાહારી પદ ને આંખ સામે રાખે અને આ ધ્યેયને આંબવાના પ્રાથમિક પ્રયાસોનો પાયો “રાત્રિભોજન ના ત્યાગ દ્વારા મજબૂત બનાવે, એ જ કલ્યાણકામના!
૪૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org