________________
હર હર હર વરિ જી વી હિ
હ હ હ કિ કિ હરિ વીર ર ર કિ
|
દર્શનકારોએ ઓછેવત્તે અંશે ગાઈ જ છે. હજી થોડાં વર્ષો પૂર્વેના આર્યના જીવન-પ્રવાહ ઉપર દૃષ્ટિ કરીશું, તોય રાત્રિભોજનનો ત્યાગી વર્ગ ઘણા મોટા પ્રમાણમાં હોવાનું અનુમાન કરી શકીશું. હા, એ વાત સાચી છે કે આ પરંપરાને જૈનો જેટલા વળગી રહ્યા, એટલા બીજા લોકો વળગી નથી રહ્યા. બાકી વેદપુરાણોએ પણ રાત્રિભોજનના ઠીકઠીક દોષો વર્ણવ્યા છે. માર્કંડેય પુરાણે તો રાત્રિભોજન કરનારને માંસ ખાનાર તરીકેની અને રાત્રે પાણી પીનારને લોહી પીનાર તરીકેની અધમોપમા આપતા જરાય ખચકાટ નથી અનુભવ્યો. આ તુલના પરથી આપણે તો એક જ વસ્તુ તરફ જોવાનું છે કે અજૈનદર્શનો પણ રાત્રિભોજનને કેટલું બધું નીચ કાર્ય લેખે છે.
દિવસ અને રાત : આ બેમાં કોઈપણ ડાહ્યો માણસ સારા કાળ તરીકે દિવસની જ પસંદગી કરવાનો. કાળનો પણ પોતાનો એક જાતનો પ્રભાવ હોય છે. દિવસના વાતાવરણ વચ્ચે લેવાતું ભોજન આ દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. માનવનો આ ભવ મળ્યા પછી તો આપણે આપણા અણાહારી-પદના આદર્શને જ આંખ સામે રાખીને, એને આંબવાનો પ્રયાસ કરતા રહેવાનું છે. આ પ્રયાસનો પાયો રાત્રિભોજન ત્યાગ જેવા નિયમનો દ્વારા દૃઢ બનતો હોય છે. “આહાર-સંજ્ઞા આપણને લાગુ પડેલો એક રોગ છે, આટલું જો જ્ઞાનભાન થઈ જાય, તો પછી ઉત્કૃષ્ટિ કોટિના તપનું આરાધન પણ જો અશક્ય નથી, તો પછી રાત્રિભોજનનો ત્યાગ તો કઈ રીતે અશક્ય હોય!
જેને આપણે પશુ કહીને અવગણીએ છીએ, એવા પણ કેટલાંય જીવો જો દિવસે પેટ ભરીને ખાવાનું મળી જાય, તો પછી રાત્રે ખાતા
(૪૪)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org