________________
વર વર
પ્રાયઃ દિવસે જ પોતાનું કાર્ય કરતી હોય છે.
રાત્રિનો કાળ અંધકારની જેમ સૂક્ષ્મ અને ઝેરીલા જીવોને ફેલાવવા માટેનો સમય ગણી શકાય. એથી રાત પડતાંની સાથે જ અનેકાનેક જીવોની રક્ષાના મુખ્ય ધ્યેય સાથે રાત્રિભોજનનો ત્યાગ કરનાર પોતાના આરોગ્યની રક્ષા ય કરી શકે છે.
કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં રાત્રિભોજન કરનાર માટે શિંગડાં, પૂછડાં વિનાના પશુની ઉપમા આપીને આ પાપના ત્યાગ માટે ચિત્તને ચાનક લાગી જાય, એ રીતે ચેતવતા લખ્યું છે કે, જે માણસ દિવસે અને રાતે ખાધા જ કરે છે, એ તો પશુનો પણ પશુ છે. સાક્ષાત્ પશુ કરતાં આનામાં ફેર એટલો જ છે કે એના શરીર પર શિંગડાં પૂછડાં ઉગ્યા નથી. માટે એને શિંગડાં-પૂંછડાં વિનાનો પશુ કહી શકાય. આનો ભાવાર્થ એ છે કે માણસ તો વિવેકી હોય. દિવસરાત ખાધા કરનારો તો પશુની કક્ષામાં ગણાય!
?
રાત્રિભોજનના ત્યાગનું જૈનદર્શને તો ખૂબ જ મહત્વ આંક્યું છે. એથી જ તો છઠ્ઠા વ્રત તરીકેનું સ્થાન ‘રાત્રિભોજન ત્યાગ’ ને મળ્યું છે અને રાત્રિભોજનના ત્યાગી આ જ કારણે વર્ષમાં છ મહિનાના ઉપવાસના ફળનો ભાગીદાર બની શકે છે. રોજ ખાવાનું ચાલુ રહેવા છતાં વર્ષના અંતે છ મહિનાના ઉપવાસનો લાભ ઈચ્છનારે રાત્રિભોજનને દેશવટો દેવો રહ્યો. આ નિયમ જો કે બહુ નાનો છે, છતાં એનું ફળ ઘણું મોટું છે.
રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞાને જૈનદર્શન તો બરાબર સુદૃઢ રીતે વળગી રહ્યું છે છતાં આને જૈન પરંપરા જ માની લેવાની ભૂલ કરવા જેવી નથી. આ પરંપરાની પ્રશસ્તિ લગભગ તમામ આસ્તિક
Jain Educationa International
૪૩
For Personal and Private Use Only
www.jainelibrary.org