________________
શાસન નાયક વીરજીએ પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરોએ, જાણી પાપ અપાર તો. ઘુવડ કાગને નાગના એ, તે પામે અવતાર તો નિયમ નોકારશી નિત કરો એ સાંજે કરો ચોવિહાર તો.
કવિએ રાત્રિભોજન ત્યાગ કરવાની સાથે તેના ફળનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે.
૧૫. રાત્રિભોજન નિષેધ
પૂ. મુનિરાજ જિનરત્નસાગરજીએ (રાજહંસ) હિન્દી ભાષામાં ઉપરોક્ત પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. તેમાં મુખ્યત્વે જૈનદર્શન અને જૈનેત્તર દર્શનના ગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગ વિશેના જે વિચારો છે તે મૂળ શ્લોક સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. પૂ.શ્રીએ ૧૩ ગ્રંથોને આધારે માહિતી આપી છે. પૂ.શ્રીએ રાત્રિભોજન ત્યાગનો પ્રભાવ - ચમત્કાર દર્શાવતી પ્રચલિત હંસ અને કેશવ, મૃગસુંદરી, બ્રાહ્મણ શ્રીપુંજ (ત્રણ મિત્રોની કથા) નો સચિત્ર કરાવ્યો છે. પૂ.શ્રીએ રાત્રિભોજનની વસ્તા મુનિની સજ્ઝાય સાર્થ પ્રગટ કરી છે.
નિશીથ ચૂર્ણિમાં જણાવ્યું છે કે
ગિહકોઈલ અવયવ સમ્મિસેઈ ।
ભૂતેપા પોટ્ટે કિલ ગિહકોઈલા સમુચ્છ છત્તિ II
છિપકલીના શરીરના અવયવથી મિશ્ર ભોજન કરવાથી પેટમાં ગરોળી ઉત્પન્ન થાય છે. (છિપકલી - ગરોળી)
રાત્રિભોજન ત્યાગ આધ્યાત્મિક, શારીરિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવ્યું છે એવો જૈન દર્શનનો મત છે. રાત્રિભોજન
Jain Educationa International
૩૬
For Personal and Private Use Only
www.jainelibrary.org