________________
મિત્રોની કથાનો સમાવેશ થયો છે. તેની માહિતી નીચે પ્રમાણે છે.
૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાય પદાર્થો છે. તેમાં ૧૪મું અભક્ષ્ય રાત્રિભોજન છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
૧૪મું અભક્ષ્ય રાત્રિભોજન રાત્રે ભોજનમાં ઘણાં ઊડતાં ત્રસજંતુઓ આવી પડવાથી (તથા રાત્રે રાંધવાના આરંભમાં દિવસ જેવી જીવયતનાનો અભાવ હોવાથી) ઈત્યાદિ અનેક કારણોથી ઘણા પાપારંભવાળું રાત્રિભોજન વર્જનીય છે. કહ્યું છે કે “રાત્રિભોજનમાં કીડી આવે તો બુદ્ધિ હણે છે, માખી આવે તો વમન થાય છે, જૂ આવે તો જલોદર થાય છે અને કરોળીયો આવે તો કોઢ રોગ થાય છે, વાળ સ્વરભંગ કરે છે, કાંટો અને કાષ્ઠ ગળામાં વળગે છે અને શાકમાં વીંછી આવી જાય તો તાળવું વિધે છે.” શ્રી નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “ગરોળીનો અવયવ ભોજનમાં આવે તો પેટમાં ગરોળી ઉત્પન્ન થાય છે.” એ પ્રમાણે સર્પાદિ ઝેરી જીવોની લાળ, મળ, મૂત્ર અને વીર્ય પડવા વિગેરેથી મરણ પણ થાય છે તથા રાત્રિકાળમાં રજનીચરો (બંતરની જાતિઓ) પૃથ્વી પર સર્વત્ર ફરવા નીકળે છે તે પણ ભોજન કરતાં કોઈ વખત છળે છે. વળી પરભવમાં રાત્રે આહાર કરનારા જીવો) ઘુવડ, કાગ, બિલાડી, ગીધ, ભુંડ, શંબર, સર્પ, વીંછી, ઘો વગેરેમાં ઉત્પન્ન થાય છે. એ જૈન દર્શનમાં દર્શાવેલા દોષ કહ્યા છે.
અન્ય દર્શનમાં પણ રાત્રિભોજનનો નિષેધ વળી અન્ય દર્શનીય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “સ્વજન માત્ર મરણ પામવાથી જો સૂતક લાગે છે તેથી ખાવાનું બંધ થાય છે) તો સૂર્યદેવ | સરખા દેવઅસ્ત પામતાં ભોજન કેવી રીતે કરાય?” (૧) રાત્રે જળ
૩૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org