________________
૧૦. ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા – ૧૦ મહિના સુધી ઘરનો ત્યાગ કરે.
પોતાનાં નિમિત્તનું બનાવેલ ન લે. ૧૧. શ્રમણભૂત પ્રતિમા – ૧૧ મહિના સુધી મસ્તકે લોચ, રજોહરણ
અને સાધુની માફક ભિક્ષા ગ્રહણ કરે. પ્રતિમા ૬-૭-૮-૯માં આરંભ-સમારંભ અને સચિત્તનો ત્યાગ છે તેમાં રાત્રિભોજનનો સમાવેશ થાય છે એટલે તેના આરંભ સમારંભનો પણ ત્યાગ કરવાનો હોય છે. શ્રાવકની પ્રતિમાના સંદર્ભમાં પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ છે એટલે વિવિધ રીતે રાત્રિભોજનનો નિષેધ થયો છે એમ જાણવા મળે છે.
પ્રતિમા પાલનની વિશેષતા એ છે કે પહેલી પ્રતિમા પાલન કરે પછી બીજી, ત્રીજી એમ કરતાં પૂર્વની પ્રતિમાના નિયમોનું પાલન કરવાનું હોય છે. દા.ત. : ચોથી પ્રતિમા હોય તો પૂર્વની ૧-૨-૩ના નિયમોનું પણ પાલન કરવું.
પ્રતિમાની માહિતીનો સાર એ છે કે છઠ્ઠી પ્રતિમામાં રાત્રિભોજન ત્યાગનો સમાવેશ થયો છે. શ્રાવકના મૂળ અને ઉત્તર ગુણના વિકાસમાં આ પ્રતિમા પાલન શુભ નિમિત્ત રૂપ છે.
૧૩. શ્રાદ્ધ પ્રતિક્રમણ વંદિતુ સૂત્ર (ટીકા) રાત્રિભોજન વિશે વિવિધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. અર્વાચીન કાળમાં પ.પૂ. યુગ દિવાકર આચાર્ય ધર્મસૂરીશ્વરજીએ શ્રાદ્ધ પ્રતિક્રમણ વંદિતુ સૂત્ર (ટીકા અર્થ દીપિકા) પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાં શ્રાવકના સાતમા ભોગોપભોગ વિરમણ વ્રતના સંદર્ભમાં રાત્રિભોજન ત્યાગનો ઉલ્લેખ થયો છે અને આ વ્રત સંબંધી ત્રણ
શિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર છી છી છી છી છી છી છી
૩૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org