________________
ફિ ફિ હિ કિ બ્રીટ ક હીટ હિ હ હ કિ દીઠ ક ર ટ |
પ્રકરણ ૧
૧. રાત્રિ ભોજન વિશે જૈન દર્શનના વિચારો
રાત્રિ ભોજન - કેવલજ્ઞાનીની દૃષ્ટિએ રાત્રિભોજનના અનેક દોષો છે. કેવળજ્ઞાની પણ કહી શકે તેમ નથી. જ્ઞાનના પાંચ પ્રકાર છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાય ૨૯ સૂત્ર સર્વદ્રવ્ય પર્યાયષ કેવલણ્ય'
જગતના સર્વ પદાર્થો (દ્રવ્ય-વસ્તુ) અને તેના પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન હોય તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ. કેવલજ્ઞાની એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર મહાત્મા ચાર ધાતી કર્મોનો ક્ષય થાય ત્યાર પછી લોક-લોકોત્તર પ્રભાવશાળી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન એટલે રાગ અને દ્વેષથી સંપૂર્ણ મુક્ત થયેલા યોગીઓનું નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાન. તેનો કોઈ ભેદ નથી.
આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર પણ જો રાત્રિ ભોજનના દોષ એટલા બધા છે કે તે કહેવા અસમર્થ છે તો પછી દોષોની પરંપરા કેટલી હશે? પૂર્વાચાર્યો અને વિદ્વાનોએ ગ્રંથ રચનામાં જે માહિતી જણાવી છે તે જાણીને જ તેના ત્યાગનો દઢ સંકલ્પ એ જ આત્માના સુખની ચાવી છે અને તેમાં અહિંસા પરમો ધર્મનું પાલન છે. સર્વજ્ઞ પરમાત્મા રાત્રિ ભોજન વિશે તો જણાવે છે કે દિવસે પણ અંધારામાં કે સાંકડા મોંઢાવાળા વાસણમાં જમવાથી રાત્રિ ભોજનનો દોષ લાગે છે. સર્વજ્ઞના વચનની શંકા-રહિત બનીને સ્વીકાર એ જિનાજ્ઞા – જિનાજ્ઞાનું પાલન એ સર્વોત્તમ ધર્મ.
૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org