________________
in
-
જિક િ િહ કિ કિ ક ક હિ કિ કિ ઉર શી હિ કિ છી છી છી છીણી પરિણમે તો જીવનમાં દયા ભાવનાની વૃદ્ધિ થાય, જીવદાયનું શુભ નિમિત્ત સમકિતની શુદ્ધિ-વૃદ્ધિમાં પણ પૂરક બને છે. કીટાણુશાસ્ત્રમાં (માઈક્રોબાયોલોજી) સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની માન્યતા છે જે ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. જ્ઞાતી ભગવંતોએ પોતાના સર્વેમત એવા કેવળજ્ઞાનથી આ સ્વરૂપ જાણીને રાત્રિભોજનનો જીવદયા પાલનના સંદર્ભમાં નિષેધ કર્યો છે.
સમાજમાં લોક પ્રચલિત વાત છે કે જેનો રાત્રિભોજન કરતા નથી. આ વિચારને આપણે સમર્થન આપવા માટે ત્યાગનો નિયમ સ્વીકારવો જોઈએ.
જૈનનું લક્ષણ રાત્રિભોજન ત્યાગમાં છે. અનાદિકાળથી જીવાત્માને આહાર સંજ્ઞા વળગી છે. તેનું અંશતઃ નિયંત્રણ કરવાથી ધર્મ આરાધનામાં સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. રાત્રિભોજન વિશેની પ્રગટ પુસ્તિકાઓમાં કથાઓનો સમાવેશ થયો છે. તે ઉપરથી રાત્રિભોજન મહાપાપ-નરક દ્વાર, તિર્યંચનો અવતાર વગેરેની સ્પષ્ટ માહિતી મળે છે.
પ્રગટ પુસ્તિકાઓમાં આહાર મીમાંસા, આહાર વિવેકનો સમાવેશ કર્યો છે. રાત્રિભોજન એટલે આહાર સંજ્ઞાની તૃપ્તિ. તેમાં ભક્ષાભક્ષના વિચારો પણ જાણવા જરૂરી છે. ભક્ષાભક્ષનું જ્ઞાન પ્રાપ્ત થવાથી રાત્રિભોજન ઉપરાંત અભક્ષ પદાર્થોનો ત્યાગ કરવાથી વિશેષ લાભ થાય છે.
ધર્મની વિવિધ વ્યાખ્યાઓ અને વિચારો છે તેમાં મૂળભૂત રીતે વિરતિધર્મ એટલે ત્યાગ ભાવના અને સહનશીલતાનો સમાવેશ થાય છે. ત્યાગ અને સહનશીલતાના ગુણ વગર ધર્મ થઈ શકે નહિ માટે આ ગુણની વૃદ્ધિ એ જ સાચો ધર્મ છે. ભક્ષાભક્ષ, ત્યાગ વિરતિધર્મનું પાલન કરવાથી દેહશુદ્ધિ અને અંતે આત્મશુદ્ધિ થતાં આત્મા પોતાના સ્વરૂપ પ્રાપ્તિમાં વિકાસ સાધી શકે છે.
ચાર પુરૂષાર્થમાં ધર્મ પુરૂષાર્થ પ્રથમ છે. તેનાથી મોક્ષની સાધના કરવાની છે. તે માટે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવાનો પુરૂષાર્થ જરૂરી છે. પંચાચારના પાલનમાં વીર્યાચાર છે. વીર્યાચારથી જ ધર્મપુરૂષાર્થની સાધના થાય. આ પુરૂષાર્થની તીવ્રતા વધે તો જ મોક્ષ નજીક પહોંચવાની ક્ષમતા પ્રાપ્ત થાય. માટે
C
હર હર ઉહિ ક વીર વીક ર ર વીર ર રીડર વીર શિર ર |િ
CID
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org