________________
પૂજ્યશ્રી ૫૮ વર્ષનો દીક્ષા પર્યાય અને ૭૭ વર્ષનું આયુષ્ય હતું. દુષમ, સુષમ કાળમાં આત્મોન્નતિનું શિખર સર કરીને સૌને પ્રેરણા આપી કાળધર્મ પામ્યા હતા. એમની પાલખીમાં પણ અપાર જનમેદની જોડાઈ હતી જે એમના પ્રત્યેની આસ્થા શ્રદ્ધાની સુપ્રતીતિ હતી.
એમના જીવન ચરિત્રને વિશેષ વિસ્તૃત જાણવું હોય તો કવિકુલકિરીટ યાને સૂરિશેખર ભા. ૧-૨ કમલ પ્રબંધ સંસ્કૃત કાવ્ય – મૃત્યુંજય સંસ્કૃત કાવ્ય, ત્રણ પ્રભાવક પુરૂષ, કમલ પરાગ, લબ્ધિ આંતર વૈભવ, પ્રભાવક સૂરિદેવ, દિવ્યવિભૂતિ, લબ્ધિસૂરિ જન્મશતાબ્દી વિશેષાંક, કલ્યાણ વિશેષાંક, સેવા સમાજ વિશેષાંક, લબ્ધિ બાયોગ્રાફી (અંગ્રેજીમાં) લબ્ધિ યશોગાથા, લબ્ધિ સૌરભ, લબ્ધિ પ્રબંધ, સાર્વભૌમના શરણમાં, અજાત શત્રુ, સાઈન વીથ ડીવાઈન આદિ પુસ્તકો છે.
ગુણમય, ગુણાનુરાગી તે મહા પુરૂષને એક જ વિનંતી કે એમનો ગુણાનુરાગનો વારસો અમને સહુને પ્રાપ્ત થાય.
પૂ. શ્રદ્ધેય આ.ભ. યશોવર્મસૂરિ મ.સા.ના આશીર્વાદથી સરળ સ્વભાવી પૂ.આ.ભ. ગુરૂભગવંત પદ્મયશસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ લઘુ જીવન ચરિત્ર આ લેખન દ્વારા એમના જીવનની ગુણ ગાથા ગાઈ મારા જીવનને પણમેં કૃતાર્થ કર્યું છે.
- અજિતયશસૂરિશ્વરજી મ.સા.
Jain Educationa International
U
For Personal and Private Use Only
www.jainelibrary.org