________________
હિ ઉહ કિ કીક કિ કિ બીક છૂટ લીક થઈ ફિ વીર
ક ક ક ક ર |
સૂત્રના સ્વાધ્યાયમાં લીન બન્યો હતો. છેલ્લા એક માસ સુધી એમનું ચિત્ત નમસ્કાર મહામંત્રમાં ધ્યાનમય અને સમાધિ દશામાં હતું. એમના રોમેરોમમાં અરિહંતનો નાદ ગુંજતો હતો.
અંતિમ સમયની આરાધનામય સ્થિતિમાં પ.પૂ.આ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. લાલબાગ જૈન ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ઉપસ્થિતિમાં સંવત ૨૦૧૭ના શ્રાવણ સુદ ૫ ને દિવસે કાળધર્મ પામ્યા હતા.
મુંબઈના લાલબાગમાં પૂજ્યશ્રીનું સ્મૃતિ મંદિર એમના દર્શન, વંદન માટે ગુરૂભક્તિના પ્રતીક સમાન નિર્માણ થયું છે તથા ભારતના ઘણા શહેરોમાં ગુરૂમંદિર બન્યા છે.
પૂજ્યશ્રી શાસન પ્રભાવક, કવિકુલકિરીટ, જૈન રત્ન, વ્યાખ્યાન વાચસ્પતિ, વાદિ વિજેતા, ગચ્છનાયક, સ્વાર કલ્યાણના પુરસ્કર્તા જેવા વિશેષણોથી જૈન સમાજમાં તેઓ અમરકીર્તિને વર્યા છે. એમનું જીવન એટલે રત્નત્રયીની આરાધના, પંચાચારની પવિત્રતા, શાસન પ્રભાવનાની સાથે સમ્યકજ્ઞાનના પ્રચારનું નમૂનેદાર દષ્ટાંત છે.
એમની કવિ પ્રતિભા, શ્રુત ભક્તિનો પરિચય પ્રકાશિત-સંપાદિત ગ્રંથોના આધારે મળે છે. કાવ્ય-ભક્તિ-ન્યાય-વૈરાગ્ય અને ગીતોની રચનાથી એમનું જૈન સાહિત્ય અર્વાચીનકાળમાં નોંધપાત્ર છે.
એમના કાવ્યોમાં “ગઝલ'ના પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે. ગુજરાતી ગઝલ ઉપરાંત સંસ્કૃતમાં ગઝલનો પ્રયોગ કરીને ભાષા પ્રભુત્વ અને પાંડિત્યનો પરિચય કરાવે છે. એમના અંતરમાં ઊંડે ઊંડે વૈરાગ્ય ભાવનું નિર્મળ ઝરણું વહેતું હતું. પરિણામે નિસ્પૃહભાવે સંયમ જીવન ઉજમાળ કરીને સકલ સંઘને પ્રેરણા સ્રોત બન્યા છો.
( TO
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org