________________
આપે છે. એટલું જ નહિ પણ રાત્રિભોજન મહાપાપ છે. ત્યાગ કરવા લાયક છે એમ પણ માને છે. રાત્રિભોજન ત્યાગથી દેવલોકમાં જવાય છે અને મહિનાના જપ, ઉપવાસનું ફળ મળે છે. જૈનેત્તર દર્શનના વિચારો નીચે પ્રમાણે છે.
રાત્રિભોજન.. જૈનેત્તર ગ્રંથોના આધારે...
જૈનેત્તર ગ્રંથોમાં રાત્રિભોજન માટે શું કહ્યું છે તે જોઈએ - રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં. ૧
ચવારો નરકદ્વારા પ્રથમ રાત્રિભોજનમ્ પરસ્ત્રીગમન ચેવ, સન્ધાનાનન્તકાયિક /
- પદ્મપુરાણ. નરકના ચાર દરવાજા છે. એમાં પ્રથમ રાત્રિભોજન, બીજો પરસ્ત્રીગમન, ત્રીજો બોળઅથાણું અને ચોથો અનંતકાયનું ભક્ષણ.
(અર્થાત જૈનેત્તર ગ્રંથોમાં પણ રાત્રિભોજન ઉપરાંત બોળઅથાણાંનો અને અનંતકાય (કંદમૂળ)નો સ્પષ્ટ નિષેધ કરેલો જોવા મળે છે. પણ રસના લાલચુ અને ખાવા-પીવાના શોખીનો શાસ્ત્રની વાતો સામે આંખ આડા કાન કરવા લાગ્યા છે અને હિંદુ ધર્મના લોકોને એમના ધર્મગુરૂઓ પણ આ વાત સમજાવતા નથી. કારણ તેઓ પણ આ પાપમાંથી બાકાત રહી શક્યા નથી!)
વૈદિક દર્શન મદ્યમાંસાશનં રાત્રી-ભોજન કંદભક્ષણમ્. યે કુર્વત્તિવૃથાસ્તેષાં, તીર્થયાત્રાજપસ્તપઃ
- મહાભારત
(૧ ૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org