________________
ત્રિકોણા, (૨૩) પંચકોણિક, (૨૪) સુદીર્ધા, (૨૫) વર્તુલા, (૨૬) સમભૂમા, (૨૭) સુભૂમિકા, (૨૮) દીપ્તમાયા.
શ્રી વામન પુરાણમાં ૧૭ નરકનો ઉલ્લેખ થયો છે. (૧) કરભસિકતા, (૨) અપ્રતિષ્ઠા, (૩) વિદ્રભોજન, (૪) શ્લેખ ભોજન, (૫) તતકુંભ, (૬) રૈરવ, (૭) ભોજન, (૮) યંત્રપીડ, (૯) વૃશ્ચિકાસન, (૧૦) વિષ્ટમૂત્ર, (૧૧) વૃકભક્ષ્ય, (૧૨) મહારૌરવ, (૧૩) તમિરત્ર, (૧૪) અંધતમિરત્ર, (૧૫) અસિપત્રવન, (૧૬) ઘટીયંત્ર, (૧૭) તત કુંભ.
અગ્નિપુરાણમાં નરકની યાતનાનું વર્ણન પ્રાપ્ત થાય છે.
(૧) મહાવીચિ - આ નરક રક્તયુક્ત હોય છે તેમાં વજ સમાન કાંટા હોય છે.
(૨) કુંભીપાક - નરકનો વિસ્તાર આઠસો યોજનાનો હોય છે. આ ભૂમિ તપાવેલા તાંબાના ઘડાથી ભરેલી, ગરમાગરમ રેતીવાળી તથા વિખરાયેલ અંગારાવાળી છે.
(૩) રૌરવ નરક – પ્રજવલિત વજમય બાણોથી વ્યાપ્ત, ૬૦ હજાર યોજન પ્રમાણ છે.
(૪) મંજુષ નરક - લોખંડવાળી અને સદા પ્રજવલિત રહે છે. (૫) અપ્રતિષ્ઠ – વિષ્ટા, મૂત્ર અને પરૂથી ભરેલી છે. (૬) વિલેપક (૭) મહાપ્રભ - તેમાં ચાપકની શૂળી હોય છે. (૮) જયતી નરક - તેમાં લોખંડની શીલાઓ હોય છે.
(૧૫૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org