________________
છક ફ હિ કિ છી છી હિ છી છી છી વૃદ્ધિ વીર ર વીર વીર છી છી છીણ ડિ રિ જી |
(૮) મહાકાલ દેવો નારકીના પોતાના જ શરીરમાંથી કોડી પ્રમાણ માંસ કાપીને ખવડાવે છે.
(૯) અસિદેવો નારકીના જીવોને તલવાર વડે હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક તથા અન્ય અંગોપાંગને છેદી નાંખે છે.
(૧૦) પત્રધનુ દેવો અસિતપત્ર વન વિકૃતીને દેખાડે છે. (૧૧) કુંભ દેવો જીવોને તેલની કડાઈમાં ભજીયાની જેમ તળે
છે.
(૧૨) વાલુકા દેવો જીવોને ભઠ્ઠીની ગરમીથી અનંત ઘણી તપેલી કદંબ વાલુકા નામની પૃથ્વીમાં ક્રૂરતાપૂર્વક ચણાની જેમ શેકી નાંખે
(૧૩) વૈતરણી દેવો જીવોને ઉકળતા લાક્ષારસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય તેમાં ચરબી, પરૂ, લોહીવાળા હાડકા તણાતાં હોય તેમાં તપી ગયેલા લોઢાની નાવમાં બેસાડે છે.
(૧૪) ખરસ્વર દેવો કઠોર શબ્દોના પ્રલાપો કરી દોડીને પરસ્પર શરીરની ચામડી છોલાવે છે.
(૧૫) મહાઘોષ દેવો – ગગનભેદી શબ્દોથી જીવોને ભયભીત બનાવે છે. જીવોને પકડીને વધસ્થાનમાં રોકીને કદર્થના (પીડા) પમાડે છે.
આ રીતે પરમાધામી દેવો નારકીના જીવોને કાપી નાંખી, ટુકડા કરે, છિન્ન ભિન્ન કરે, અગ્નિમાં બાળી નાંખે, શેકી નાંખે, પછાડે, તળી નાંખે જેવી અસહ્ય વેદના કરે છે. આ જીવોનું શરીર પાપના ઉદયથી પારાના રસની જેમ હતું તેવું પહેલાં જેવું પાછું થઈ જાય છે.
(૧૫૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org