________________
પરમાધામી દેવો નવ પ્રકારના છે.
(૧) અંબ, (૨) અંબર્ષિ, (૩) શ્યામ, (૪) શબલ, (પ) રૂદ્ર, (૬) ઉપરૂદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિ, (૧૦) પત્રધનુ, (૧૧) કુંભ, (૧૨) વાલુકા, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર, (૧૫) મહાઘોષ
આ દેવો નવા ઉત્પન્ન થયેલા નરકના જીવોને પાસે આવીને સિંહ ગર્જના કરતાં ચારે તરફથી દોડી આવે છે. અરે! આ પાપીને છેદનભેદન-તાડન કરીને મારી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો એમ કહીને ભાલા, બાણ, તલવાર વગેરે શસ્ત્રોનો ઉપયોગ કરીને નરકના જીવોને વીંધી નાંખે છે.
(૧) અંબ દેવો વિવિધ પ્રકારના ભય ઉત્પન્ન કરે છે.
(૨) અંષિદેવો - નારકીના જીવોને કર્મણાથી કાપીને શરીરના ટુકડા કરે છે.
(૩) શ્યામ દેવો શરીરને કાપી નાંખી ભૂમિ પર ફેંકી દે છે.
(૪) શબલ દેવો પેટ-આંતરડાં ચીરીને ચરબી અને માંસ બહાર કાઢે છે.
३५
(૫) રૂદ્ર દેવો - નારકીના જીવો પર તલવાર ચલાવી, ત્રિશૂળ, શૂલ, વજ્ર, શૂળી વગેરેમાં પરોવે છે.
(૬) ઉપરૂદ્ર દેવો શરીરના અંગોપાંગના અતિ ટુકડે ટુકડા કરે છે. (૭) કાલ દેવો નારકીના જીવોને ધગધગતા લોખંડ પર માછલીની જેમ પકાવે છે.
Jain Educationa International
૧૫૬
For Personal and Private Use Only
www.jainelibrary.org