________________
હિર ઉહિ હ હ હ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર બ્રીફ રિ |
( પ્રકરણ ૫ )
નરકની વેદનાનું વર્ણન રાત્રિભોજન મહા પાપ છે. નરકનું પ્રવેશ દ્વાર છે એમ કહેવાય છે. તો પાપ વિશે પણ સમજવું જોઈએ. અશુભ કર્મ એ પાપ છે. જીવાત્માને મલિન કરે તે પાપ. આત્માને અશુભ કર્મોથી ભારે કરે તે પાપ છે. “પાતયતિ નરકાદિષ” જીવાત્માને નરકાદિ ગતિમાં પાડે, લઈ જાય તે પાપ છે. જીવ અને જગતના સ્વરૂપને સમજવા માટે નવતત્ત્વ ગ્રંથ માર્ગદર્શક છે. તેમાં પાપ તત્ત્વ ચોથા ક્રમે છે. પાપના ૪૨ ભેદ છે. નવતત્ત્વના ગ્રંથના અધ્યયનથી આ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમ છે.
રાત્રિભોજન પાપ ફળ રૂપે નરકગતિમાં જીવાત્મા જાય છે તો તે નરકની વેદના કેવી છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
નરકની વેદના: રાત્રિભોજન નરકનું પ્રવેશદ્વાર છે તો આ નરકગતિના જીવોને કેવી વેદના સહન કરવી પડે છે તેની માહિતી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ૩ના સૂત્ર ૩-૪-૫માં નારકનું વર્ણન છે. તેની માહિતી નીચે પ્રમાણે છે.
નરકના સાત પ્રકાર છે. રત્નપ્રભા, શર્કરા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, મહાતમપ્રભા.
નરકના જીવોને ત્રણ પ્રકારની વેદના હોય છે. ૧ ક્ષેત્ર સંબંધી, પરસ્પરો કૃત વેદના, પરમાધામી કૃત(૩).
૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org