SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જતો હતો. માર્ગમાં રાત્રિએ શ્રાવકમિત્રને હસતો હસતો તે ખાવા બેઠો. શ્રાવકે વારંવાર ના પાડી પણ ન માન્યું. તેને માટે રાંધેલા ચોખામાં ધુમાડાવડે પીડિત થયેલ સર્પનું બચ્ચું પડી ગયેલું તેનું ધ્યાન રહ્યું નહીં, તે ભાત ખાતાં જ તે મૂર્છિત થઈ ગયો. તેને સજ્જ કરવા માટે તજવીજ કરતાં તે ગામની નજીકમાં આવેલા દશાર્ણપુરના રાજાએ તેને વિષ-નિવારણના મંત્રથી સજ્જ કર્યો. ત્યારપછી તેને કોઈ કેવળીનો સંયોગ થયો. તેમના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો. કેવળી પાસે પોતે કરેલી શ્રાદ્ધધર્મની નિંદાને પોતાનું પાપ તેણે પ્રગટ કર્યું તેમજ પોતાને રાત્રિભોજનથી થયેલ ઉપાધિ પણ કહી બતાવી. કેવળીએ કહ્યું કે, પૂર્વે તને રાત્રિભોજનથી ઘણાં પાપ લાગેલાં છે. દ્વિજે પૂછ્યું કે - ક્યારે લાગેલાં છે? એટલે કેવળીએ કહ્યું કે – વિશાળાપુરીમાં મહેંદ્રદેવ દ્વિજનો પુત્ર તું રવિગુપ્ત નામનો હતો. તે વેશ્યાસેવનાદિ વ્યસનમાં આસક્ત હતો. વિશેષે કરીને રાત્રિભોજનમાં આનંદ માનનારો અને તે નિમિત્તે શ્રાવકની હાંસી કરનારો હતો. પિતા મૃત્યુ પામતાં તું ઘરનો સ્વામી થયો. એટલે વિશેષ પાપસક્ત થયો. પરિણામે પ્રચ્છર્દિકાદિ રોગવાળો થયો. ત્યાંથી મરણ પામીને ત્રીજી નરકે ગયો. ત્યાં ક્ષેત્રથી થયેલી, અન્યોઅન્યે કરેલી અને પરમધામીએ કરેલી અનેક પ્રકારની અસહ્ય પીડાને અનુભવીને ત્યાંથી નીકળી અનંતાભવમાં ભમીને તું આ ભવમાં વામદેવ થયો છે. આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને તેણે ઘરે આવી પોતાના પિતાને પ્રતિબોધ પમાડ્યો અને બંને જણાએ સાથે દીક્ષા લીધી. દીક્ષા પાળીને બંને જણા સ્વર્ગે ગયા. અનુક્રમે મોક્ષે જશે. ઈતિ મરૂક કથા. Jain Educationa International ૧૫૩ For Personal and Private Use Only • વાટ વટ www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy