________________
દિવસ બાલ્યાવસ્થામાં રમત રમતાં હતા ત્યારે ધર્મઘોષ મુનિનો પરિચય થયો. એક દિન રમતાં ભેટીયા જી, સાધુ શિરોમણિ સૂરિ; ધર્મઘોષ નામે નમી જી, આવી આણંદ પૂર રે; મા. //૩ સૂરિ ભણે રજનીતણું જી, ભોજન છંડે જેહ, તસ સુર નર સેવા કરે છે, લહે મુક્તિ નિઃસંદેહ રે. મા. ૪ સાંજે રાંધી રાત્રે જમે જી રે, તે ઉત્કૃષ્ટો રે દોષ; દિવસે રાંધી રાતે જમે જી રે, પાપ તણો બહુ પોષ રે. મા. //પા દિવસે રાંધી દિવસે જમે છે, ઘડીય તજે દોય દોય; પુણ્યવંત તે પૂજીયે છે, જે નર એહવા હોય રે. મા. _//૭ી
રાત્રિભોજન વિશે ધર્મઘોષ મુનિની વાણી સાંભળીને કેશવ ઘરે આવ્યા અને ભોજનની માંગણી કરી તો પિતા રિસ કરીને કહે છે કે હજી ચાર દિવસ બાકી છે. માતા શેઠની બીકથી મૌન ધારણ કરે છે. આ રીતે પાંચ દિવસ વીતી ગયા. છટ્ટે દિવસે હંસકુમારે રાત્રિભોજન કર્યું ત્યારે ભોજનમાં સાપનું વિષ હતું. કેશવકુમારે રાત્રિભોજન કર્યું નહિ અને વનમાં જઈને વિશ્રામ કર્યો. અહીં યક્ષ દેવ આવ્યો અને વિચાર્યું કે એ પુરૂષ હોટો અછે જી, વ્રત નવિ ભર્યું રે જેણ; ભંજાવું હું તેહનાં જી, માયા માંડી તેણ રે. મા. ||૧૩ી.
યક્ષે કેશવના વ્રતનું ખંડન કરવા માટે દૈવી શક્તિથી સૂરજ રચ્યો અને ઘણાં માણસો ભોજન કરતાં હતાં તેવું દશ્ય કર્યું. આ માયાજાળ જાણીને કેશવ વિચારે છે કે આ કૌતુક છે.
૧૪૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org