________________
તુજ પદ હવણ જલઈ કરી, થાવર જંગમ, જેહ વિષ સગલા હી નાસિસ્ટઈ, વર દીધઉ સુર એમ.
ઢાળ - ૧૪ (જોગનાં નઈ કહિજ્યો રે આદેસ એહની) હિવઈ કેડઈ હંસકુમર નઈ રે, સાંભલિયો થયઉં જેહ, બઈઠઉ સંધ્યા નિતિ પંડ્યા રે, વાલૂ કરવા તેહ, હો ભવાયા તજિ નિસિ ભોજન એહ હો ભવીયા અવગુણ. થાઈ અનેક હો ભવાયાં, એ છઈ અવગુણ ગેહ હો ભવીયા, પાપ ભરાયઈ દેહ હો ભવીયા.
આંકણી ગરલ પડ્યઉં માંહિ સરયનઉ રે, ગલિત થયઉ તસુ અંગ, મહા દુખી વિસ ધારીયઉ રે, વેદના થઈ સરવંગ. ખમી ન જાયઈ વેદના રે, પડીયઉ કરઈ પુકાર, ઊષધ ઉપચારે જરી રે, ગુણ થાયઈન લિગાર. વિહસઈ પાકી કાકડી રે, વિહસ્યઊ તેમ શરીર, લોહી રીધિ પિરુ વહઈ રે, હાઈ ફાઈ કરઈ અધીર. એક ગયઉં એક ઈમ થયઉ રે, સું કીજઈ કરતાર, જોર ન કોઈ કરમશું રે, માવીત્ર કરઈ વિચાર. આપ કયા ફલ પામીયઈ રે, કેહનઈ દીજઈ દોસ, દુખ ન સમાયઈ હીડલઈ રે, સુત નઉ મેલ્યઉ સોસ. પરદેસી એક આવીયઉ રે, કોઈ વટીઉં લોક, સેઠ જસોધર નઈ ધરે રે, દીઠા સહુ સસોક. પૂછાઊં કારણ સોક નઉ રે, સેઠ કરી સુતવાત, તે કહઈ ઊજેણી ધણી રે, ચરણ —વણ વિષ જાત.
છે
જ
ત
ા
ક
૧
20)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org