________________
ઉભા રહીને ગૃહસ્થને માટે બનાવેલ શુદ્ધ આહાર ગ્રહણ કરે. ૩૪ અપાણે અપૂબીયમિ, પડિછણશ્મિ સંલુડે; સમયે સંજએ શું જે, જયં અપરિસાડિયું, (૩૫)
સંયતિ ભિક્ષુ પ્રાણ અને બી વિનાનું ઢાંકેલા અને ચારે બાજુથી ઘેરાયેલા [દિવાલવાળા સ્થાનમાં બીજા સાધુઓની સાથે નીચે પડયા વિનાને યત્નાપૂર્વક આહાર કરે છે. ૩૫ સુક્કડિત્તિ સુપક્ષિત્તિ, સુશ્કિને સુહડે મડે; સુણિહિએ સુલદ્ધિ ત્તિ, સાવજજ વજજએ મુણી. (૩૬)
મુનિ, સારું કરેલું, સારું પકવેલું, સારી રીતે છીણેલું, શુદ્ધ કરેલું, ઘી વગેરે ખૂબ મેળવેલું, આ ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે, આ જાતનું સાવા વચન ન બોલે. ૩૬ રમએ પહિએ સાસ, હયં ભદ્ર વ વાહએ; બાલં સમાઈ સાસંતે, ગલિયર્સ વવાહએ. (૩૭)
જેમ ઉત્તમ ઘેડાને શિક્ષક પ્રસન્ન હોય છે, તેમ વિનીત શિષ્યોને જ્ઞાન આપવામાં ગુરુ પ્રસન્ન હોય છે, પરંતુ ગળિઆ ઘેડાને પાલક અને અવિનીત શિષ્યને ગુરુ ખેદિત થાય છે. ૩૭ ખયા મે ચેડા મે, અકોસા ય વહા ય મે; કલાણમણુસા સંતો, પાવદિઠિત્તિ મનઇ. (૩૮)
પાપ દષ્ટિવાળા અવિનીત, ગુરુજનોની હિતકારી શિખામણ બુરી, થપ્પડરૂપ, ગાલીરૂપ અને વધરૂપ માને છે. ૩૮
પુત્તો મે ભાય નાઈ ત્તિ, સાહુ કલાણ મનઈ, પાવદિઠિ ઉ અપાયું, સાસં દાસિ ત્તિ મનઈ. (૩૯)
વિનીત શિષ્ય ગુરુજનની શિખામણ હિતકારી માને છે અને તે વિચારે છે કે ગુજને મને પુત્ર, ભાઈ અને સ્વજન જ સમજે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org