________________
૪૮
શ્રીમદ્ રાજચંદ્ર પડે. જીવની શું ભૂલ છે, તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવને કલેશ ભાંગશે તે ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે તેમ જ શ્રાવકપણે માટે સમજવું.
કમની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણું ચાલ્યું જઈ દૂધ બાકી. રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણ ચાલી જાય છે.
દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ. ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે “હુ વાણિયે છું.” “બ્રાહ્મણ છું, પણ શુદ્ધ, વિચારે તે તેને “શુદ્ધ સ્વરૂપમય છું એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તે કોઈ ગાળે વગેરે દે તે તેથી તેને કંઈ પણ લાગતું નથી.
જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્ર કહ્યાં છે.
ગમે તે કઈ મરી ગયું હોય તેને જે વિચાર કરે તે તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં “આ મારા ભાઈભાંડું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધને હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, તો આચાર્યપણું નાશ. પામે. નિર્દભપણું, નિરહંકારપણું કરે તે આત્માનું કલ્યાણ જ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org