________________
શ્રી રાજ આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હયા જે આવ (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. બેટા સંગથી સમજાતું નથી; માટે સમકિત આવતું નથી. પુરુષના સગથી જગ્યા જીવ હોય તે સમ્યકત્વ થાય.
સમક્તિ ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યકત્વ થાય. રેગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પચ્ચ જાણે અને તે પ્રમાણે ઉપાય કરે તે રોગ માટે જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્થ પાળે ને દવા કરે નહીં, તે રોગ કેમ મટે ન મટે. તે આ તે રેગે કાઈ ને દવાય કાંઈ ! શાસ્ત્ર તે જ્ઞાન કહેવાય નહીં જ્ઞાન તે માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. તપ, સંયમાદિ માટે પુરુષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે.
જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લે. આ કહેવું તે કેટલાક સાધુઓ ભૂલી ગયા છે. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યા સુને રસ્તો નહીં લેક કહે છે કે સાધુ છે, પણ આત્મદશા સાથે તે સાધુ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org