________________
૧૨૦
શ્રીમદ્ રાજચંદ્ર જે વાતે જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાત સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રૂખડ છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે.
જીવને સંસારી આલંબને, વિટનનાઓ મૂકવાં નથી; ને બેટા આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબને લઈ પુરુષાર્થ કરતું નથી. જે પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કર.
સાચા પુરૂષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભને જ છે.
- જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું કારણ અંતરથી આત્માથે કરવાની ઈચ્છા નથી. જે આત્માથી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે કયારે? તે કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
પાંચ કારણે મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણે પુરુષાર્થમાં રહ્યાં છે. અનંત ચોથા આરા મળે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org