________________
૧૧૪
શ્રીમદ્ રાજચંદ્ર અથે કહ્યા છે, પણ ભેદમાં જ આત્માને ગૂંથવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હો જોઈએ. સમક્તિને કેવળ જ્ઞાનની ઈરછા નથી !
અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે કે ગ૭, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓને કેને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધે છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરે. ગચ્છાદિના કદાગ્રહે મૂકી દેવા જોઈએ. જીવ અનાદિ કાળથી રખડે છે. સમક્તિ થાય તે સહેજે સમાધિ થાય અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્વરુષના આશ્રયે જે આજ્ઞાદિ ખરેખર આરાધે તેના ઉપર પ્રતિત આણે, તે ઉપકાર થાય જ.
એક તરફ ચૌદ રાજલકનું સુખ હોય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તે પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય.
વૃત્તિને ગમે તેમ કરી શકવી; જ્ઞાનવિચારથી રોકવી કલાજથી રોકવી ઉપગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃતિને રેકવી. મુમુક્ષુઓએ કઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org